યુવાનોનો આરોપઃ પોલીસે અમને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહ્યું - Sandesh
  • Home
  • India
  • યુવાનોનો આરોપઃ પોલીસે અમને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહ્યું

યુવાનોનો આરોપઃ પોલીસે અમને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહ્યું

 | 4:31 am IST

મુંબઈ, તા.૩૧

પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમ પોતાને દેશ છોડીને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહ્યું હોવાનો આરોપ પાંચ યુવાનોએ કર્યો છે. ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે રવિવારે મધરાતે સવા બે વાગ્યે આ યુવાનો ગેટ-વે ઓફ ઇન્ડિયા ખાતે ઊભા હતા ત્યારે પોલીસની પેટ્રોલ ટીમે તેમને કહ્યું હતું કે જો તમને આ દેશ નથી ગમતો તો તમે પાકિસ્તાન ચાલ્યા જાવ. યુવાનોએ કરેલા આ આરોપની તપાસ કોલાબા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસની ટીમે તેમની સાથે ગેરવર્તન પણ કર્યું હોવાનો આરોપ યુવાનોએ મૂક્યો છે. આનંદ સાચર(૨૬) નામના એક યુવાને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(ડ્ઢઝ્રઁ) મનોજ કુમાર શર્મા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે અને તેના મિત્રો ગેટ-વે ખાતે ફરવા ગયા ત્યારે આ બનાવ બન્યો હતો. ડ્ઢઝ્રઁ શર્મા જણાવે છે કે મેં યુવાનો સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે એક પોલીસ પેટ્રોલ કાર તેમની પાસે ઊભી રહી અને તેમને ઘરે જવા જણાવ્યું હતું અને તેમની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. યુવાનો પિૃમના ઉપનગરમાંથી પોતાની કારમાં અહીં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે યુવાનોએ આખી ઘટનાનો વિડિયો ઉતારી તેને ટ્વીટર અને ફેસબુક ઉપર મૂક્યો હતો જે વાયરલ થઇ ગયો હતો. પોલીસે આ વિડિયો ડિલીટ કરવાની માગણી કરી હોવાનું પણ યુવાનોએ જણાવ્યું છે. જોકે આ કેસની તપાસ બાદ ખરેખર શું થયું હતું તેની જાણ થશે, એમ શર્માએ વધુમાં જણાવ્યું હતું. અમે વિડિયોની તપાસ પણ કરીશું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જોકે વિડિયોમાં પોલીસે યુવાનોને પાકિસ્તાન જવાનું કહ્યું હોવાનું દેખાતું નથી, પરંતુ એક યુવાને પોલીસને” ગો ટુ હેલ” કહ્યું હોવાનું સંભળાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન