વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો - Sandesh
  • Home
  • Bhuj
  • વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

 | 2:00 am IST

પિૃમ કચ્છમાં આઈજીએ શરૃ કરેલ હેલ્પલાઈન પર વ્યાજખોરોના ત્રાસ વિરૃધ્ધ બહાર આવેલ અવાજ બાદ એક પછી એક ફરિયાદોનો સીલસીલો શરૃ થયો છે.

નખત્રાણા પોલીસ મથકે દેવપર (યક્ષ)ના યુવાનની ફરિયાદ નોંધાઈ છે. ઊંચા વ્યાજે રકમ લઈ અને તેના ત્રાસમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કરાયો હતો.   ભીમજી મનજી બુચિયા(ઉ.વ.૪૧ રહે. વડવાકાંયા હાલે દેવપર યક્ષ તા. નખત્રાણા)એ વ્યાજના વિષચક્રમાં ફસાઈને વિશ્વકર્મા માર્કેટ પાસે ઝેરી પાવડર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુરૃભા માનસંગજી જાડેજા(રહે. નાના કાદિયા તા. નખત્રાણા) પાસેથી બે વર્ષ પૂર્વે ૧૦ ટકાના ધીરાણ પર દોઢ લાખ લીધા હતા જેના પેટે ભીમજીએ ચાર લાખ રૃપિયા અત્યાર સુધીમાં ચુકતે પણ કરી નાખ્યા છે, પરંતુ મૂળ મુદલ તો ઉભીને ઉભી હોવાનુ કહીને વધુ ત્રણ લાખની માંગણી આરોપી દ્વારા થઈ રહી હતી. અવાર-નવાર ધાક ધમકી આપી ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. ભોગ બનનારા યુવાનની રોજીરોટીનું સાધન એવી ટ્રક નંબર જીજે ૧૨ એ વાય ૭૮૬૪ પણ આરોપીએ કબજે કરી અને વ્યાજના રૃપિયા આપી દે પછી પરત આપવામા આવશે તેવી માંગણી કરવામાં આવી રહી હતી. રોજીરોટીનું સાધન એવી ટ્રક છીનવાઈ જતાં યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તે બચી ગયો હતો. બનાવ અંગે પોલીસે મની લેન્ડર્સની કલમો હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસીએસટીસેલે હાથ ધરી છે.