Video : રાજસ્થાની સિંગરે એવું સોન્ગ બનાવ્યું, કે ગણતરીની સેકન્ડ્સમાં થઈ ગયું પોપ્યુલર - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : રાજસ્થાની સિંગરે એવું સોન્ગ બનાવ્યું, કે ગણતરીની સેકન્ડ્સમાં થઈ ગયું પોપ્યુલર

Video : રાજસ્થાની સિંગરે એવું સોન્ગ બનાવ્યું, કે ગણતરીની સેકન્ડ્સમાં થઈ ગયું પોપ્યુલર

 | 2:41 pm IST

યુટ્યુબે એવા સિંગર્સને જોરદાર પ્લેટફોર્મ આપ્યું છે, જે કંઈક નવું કરવા માગે છે. આવું જ એક નામ છે રાજસ્થાની સિંગર રજનીગંધા શેખાવતનું. તેણે ફેમસ હોલિવુડ સોન્ગ શેપ ઓફ યુનું રાજસ્થાની વર્ઝન બનાવ્યું છે. જેણે આ સોન્ગની હિચકી સોન્ગ મિક્સ કરીને મેશઅપ બનાવ્યું છે. આ સોન્ગ તેજીથી વાઈરલ થઈ રહ્યું છે. આ હિટ સોન્ગ રાજસ્થાની લહેકામાં છે. આ ગીતમાં નગાડા, ખડતા, મોચાર્ગ અને મુર્ગા જેવા શબ્દોનો ઉપયોગ કરાયો છે. એક ગ્લોબલ ગીતમાં તેણે રાજસ્થાની ગીતનો જે લહેકો નાખ્યો છે, તે કર્ણપ્રિય લાગે છે. આ ગીતના રાજસ્થાની જાદુને અનુભવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, રજનીગંધા આ પહેલા પણ મેશઅપ કરી ચૂકી છે. તેણે ચીપ થ્રીલ્સ અને ઘુમરનું મેશઅપ કર્યું. જેની પોપ્યુલારિટી 20 લાખ પર પહોંચી હતી. રાજસ્થાની અને ઈંગ્લિશ ગીતોનું મેશઅપ કરનારી તે એકમાત્ર રાજસ્થાની સિંગર છે.