Youtube launched new shorts video app Youtube Shorts in India
  • Home
  • Featured
  • દેશમાં Tiktok પર પ્રતિબંધ બાદ શોર્ટ Video મેકિંગ એપ્સનું વાવાઝોડું, હવે YouTube પણ મેદાને

દેશમાં Tiktok પર પ્રતિબંધ બાદ શોર્ટ Video મેકિંગ એપ્સનું વાવાઝોડું, હવે YouTube પણ મેદાને

 | 5:33 pm IST

ચીન સાથે તંગદિલી વધતા ભારતમાં લોકપ્રિય TikTok એપ સહિત કેટલીક અન્ય ચીની એપ્સ પર દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટિકટોક પર પ્રતિબંધ બાદ ભારતમાં કેટલીક શોર્ટ વીડિયો મેકિંગ એપ લોન્ચ થઈ રહી છે. ત્યારે હવે ગૂગલની માલિકી ધરાવતું પ્લેટફોર્મ YouTubeએ પણ ભારતમાં ‘YouTube Shorts’નું લોન્ચિંગ કર્યું છે. જે એક શોર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ છે.

મીડિયા રિપોર્ટ મુજબ યુટ્યુબના આ પ્લેટફોર્મ પર ટિકટોકની જેમ નાના-નાના વીડિયો યુઝર્સ બનાવી શકશે. સાથે જ તેની એડિટિંગ કરી Youtubeના લાયસન્સવાળા સોન્ગને એડ પણ કરી શકાશે. આપને જણાવી દઈએ કે આ પહેલા ફેસબુકની ફોટો શેયરિંગ એપ ઇન્સ્ટાગ્રામે તેના પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સની શરૂઆત કરી હતી. જે યુઝર્સને ખૂબ પસંદ આવી રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે Youtubeએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે Youtube છેલ્લા ઘણા સમયથી શોર્ટ્સ વીડિયો એપ પર કામ કરી રહ્યું છે. ત્યારે હવે કંપનીએ આને સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. સૂત્રો મુજબ આ સર્વિસ પહેલા ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. Youtubeએ કહ્યું આગામી દિવસોમાં એપમાં વધુ નવા ફીચર્સ એડ કરવામાં આવી શકે છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના હેરીટેજ હાઉસને પણ વિશ્વ સ્તરે આગવુ સ્થાન મળશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન