youtube-music-googles-new-music-subscription-service-has-launched-in-i
  • Home
  • Featured
  • Spotify બાદ હવે YouTube ઈન્ડિયામાં ચાલી રહેલા મ્યુઝિક યુદ્ધમાં જોડાયું

Spotify બાદ હવે YouTube ઈન્ડિયામાં ચાલી રહેલા મ્યુઝિક યુદ્ધમાં જોડાયું

 | 11:32 am IST

ભારતીય મ્યુઝિક સ્ટ્રીમિંગ ઇન્ડસ્ટ્રી ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે અને તેના કારણે તે મોટી મોટી કંપનીઓને પોતાની તરફ આકર્ષી રહી છે. સ્વીડિશ મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotify ઇન્ડિયામાં લોન્ચ થયા બાદ ગુગલની માલિકી ધરાવતી કંપની YouTubeએ પણ પોતાની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ YouTube Music અને YouTube Music Premiumને ઇન્ડિયામાં લોન્ચ કરી છે.

YouTube Musicમાં સોંગ, આલ્બમ્સ, વ્યક્તિગત પ્લેલિસ્ટ્સ, લાઈવ પ્રદર્શન અને સંગીત વીડિયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

YouTube Musicનું પેઈડ વર્ઝન પણ છે જેની અંદર યુઝર્સને એડ ફ્રી કન્ટેન્ટ મળે છે અને તેમાં યુઝર્સ સોંગ્સને ડાઉનલોડ પણ કરી શકે છે જેની કિંમત રૂ. 99 રાખવામાં આવેલ છે જે યુઝર્સે દર મહિને ચૂકવવા પડે છે.

YouTubeના ગ્લોબલ હેડ ઓફ મ્યુઝિક લ્યોર કોહેને જણાવ્યું કે, “અમે સમગ્ર ભારતમાં લાખો યુઝર્સને વૈશ્વિક અને ભારતીય સંગીતમાં શ્રેષ્ઠ લાવવાની આશા રાખીએ છીએ અને YouTube પર સંગીતના જાદુ સાથે તેમને એક આકર્ષક સંગીતનો અનુભવ આપીશું.”

Spotifyએ ભારતમાં તેની સેવાઓ શરૂ કરી હતી. તે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરે છે જે દરરોજ રૂ. 13 અને માસિક સબ્સ્ક્રિપ્શન માટે રૂ. 119 છે. યુવાનનોને આકર્ષવા માટે Spotify વિદ્યાર્થીઓને 50 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. સુત્રો મુજબ Spotify એક અઠવાડિયામાં 1 મિલિયન કરતા વધુ ડાઉનલોડ કરાયું છે.

YouTube Musicએ માત્ર સપોટિફાય સામે જ સ્પર્ધા નથી કરવાની પરંતુ ગાના, વિંક, ઇમઝોન પ્રાઈમ, અને સાવન જેવી એપ્સ સામે પણ લડત આપવાની છે. આ બધાની વચ્ચે YouTubeને ફાયદો એ થઇ શકે છે કે YouTube પાસે મહિના ના 245મિલિયન એક્ટિવ યુઝર્સ ઇન્ડિયા ની અંદર છે. કે જેઓનું ડિફોલ્ટ વિડિઓ સર્ચ YouTube હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન