youtube star bhuvam bam comes in ranu mandals support Video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • યુટ્યુબ સ્ટાર ભૂવને રાનૂ મંડલ વિશે એવી વાત કરી કે લોકો VIDEO શેર કરવાનું બંધ નથી કરતાં!

યુટ્યુબ સ્ટાર ભૂવને રાનૂ મંડલ વિશે એવી વાત કરી કે લોકો VIDEO શેર કરવાનું બંધ નથી કરતાં!

 | 10:36 am IST

કોલકત્તાના એક રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું ગુજરાત ચલાવતી રાનૂ મંડલ આજે તો કોઈ સેલેબ્રિટીથી કંઈ ઓછી નથી. સોશિયલ મીડિયામાં તેના નામનો સિક્કો ચાલે છે. પરંતુ કેટલાક દિવસો પહેલા તેનો એક વીડિયો વાયરલ થયો હતો કે જેમાં તે એક મહિલા સાથે ગેર વર્તાવ કરતી જોવા મળી રહી હતી. હવે એના સપોર્ટમાં યુટ્યુબ સ્ટાર અને વડોદરામાં જન્મેલા ભુવન બામ કે જે બીબી કી વાઈન્સના નામે પ્રખ્યાત છે તેણે ખુબ જ ઈમોશનલ શબ્દો કહ્યા છે.

ભૂવનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રખ્યાત છે. જેમાં તે લોકોને એ સમજાવવાની કોશિસ કરી રહ્યો છે કે રાનૂને ટ્રોલ કરવી એ યોગ્ય નથી. ભૂવનનુ કહેવું છે કે આપણે એ બધી પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ અને આપણે કઈ રીતે લોકો સાથે વર્તન કરવું એ શીખ્યા છીએ. જ્યારે રાનૂને આ બધુ ફેસ કરવાનું બાકી છે અને આપણે જ શીખવવું પડશે. જો કે હવે ફરીથી લોકો રાનૂના સપોર્ટમાં ઉતર્યા છે અને બીજા લોકોને પણ કહી રહ્યા છે કે આ રીતે રાનૂને ટ્રોલ ન કરવી જોઈએ. તો જુઓ અહીં કે ભૂવન બામે શું કહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન