વીડિયો જોતા લોકોને એલર્ટ કરશે યુટ્યૂબનું આ નવું ફીચર, જાણો કેવી રીતે? - Sandesh
  • Home
  • Technology
  • વીડિયો જોતા લોકોને એલર્ટ કરશે યુટ્યૂબનું આ નવું ફીચર, જાણો કેવી રીતે?

વીડિયો જોતા લોકોને એલર્ટ કરશે યુટ્યૂબનું આ નવું ફીચર, જાણો કેવી રીતે?

 | 6:27 pm IST

જો તમને યુટ્યૂબ પર સતત વીડિયો જોવાની ટેવ છે તો પરેશાન થવાની જરૂર નથી. વીડિયોશેરિંગ વેબસાઇટ યુટ્યૂબનું આ સ્માર્ટ ફીચર હવે તમને સતત વીડિયો જોવા પર રિમાઇન્ડર મોકલશે. હાલમાં જ યોજાયેલી એન્યુઅલ કોન્ફરન્સ ગૂગલ આઈ/ઓ 2018માં આ ફીચર વિશે જાહેરાત કરવામાં આવી હતી. જોકે યુટ્યૂબનું આ ફીચર હાલ એન્ડ્રોઇડ પી ઓપરેટિંગ સિસ્ટમ પર જ ઉપલબ્ધ હશે.

યુટ્યૂબનું આ ફીચર ડિફોલ્ટ નહિ હોય. તેને ઇનેબલ કરવા માટે તમારે યુટ્યૂબના સેટિંગ્સ બટન પર ટેપ કરવું પડશે. ત્યાર બાદ જનરલમાં તમે રિમાઇન્ડ મી ટુ ટેક અ બ્રેક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. આ ફીચર યુઝરને 15 મિનિટથી ત્રણ કલાક વચ્ચે રિમાઇન્ડર સિલેક્ટ કરવાનો ઑપ્શન આપે છે.

એન્ડ્રોઇડ પીનું પબ્લિક બીટા વર્જન ગૂગલ પિક્સલ અને પિક્સલ 2 સિરીઝ ઉપરાંત સાત સ્માર્ટફોન્સમાં ઉપલબ્ધ હશે. આ સ્માર્ટફોન્સમાં નોકિયા 7 plus, સોની એક્સપીરિયા XZ2, શાઓમી Mi Mix 2S, ઓપો R15 Pro, વીવી X21, ઇન્સેશિયલ PH-1 અને વનપ્લસ 6નો સમાવેશ થાય છે.

android.com/beta પર જઈને સાઇન-અપ કરવાથી એન્ડ્રોઇડ પી બીટાને ઇન્સ્ટોલ કરી શકાય છે. ધ્યાન રાખવું કે તમારે એન્ડ્રોઇડ પી માટે સાઇન-અપ કરવું જ પડશે, પછી ભલે તમે એન્ડ્રોઇડ ઓ બીટા પ્રોગ્રામનો હિસ્સા કેમ ન હોવ. એટલે કે એન્ડ્રોઇડ ઓ બીટા પર સાઇન અપ કરનારા યુઝર્સે પણ એન્ડ્રોઇડ પીને એ જ રીતે સાઇન કરવું પડશે. યુઝરને તે જ ગૂગલ એકાઉન્ટથી સાઇન-અપ કરવું પડશે, જેનાથી તેમણે તેમના સ્માર્ટફોન પર સાઇન-અપ કર્યું હોય. એકવાર એન્ડ્રોઇડ બીટા પ્રોગ્રામનું ટર્મ્સ ઓફ સર્વિસ એક્સેપ્ટ કરવા પર તમે એન્ડ્રોઇડ પી વિશે પોતાનો ફીડબેક કંપની સાથે શેયર કરી શકો છો.