Yummy Frali Buff Vada Recipe tray at home make easy step
  • Home
  • Featured
  • ઉપવાસમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ બફવડા, ખાનારાને દાઢે વળગશે સ્વાદ

ઉપવાસમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ બફવડા, ખાનારાને દાઢે વળગશે સ્વાદ

 | 1:04 pm IST

આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવા ખુબજ સ્વાદિષ્ટ બફવડા. હાલ શ્રાવણ મહિનો ચાલુ હોવાથી ઉપવાસમાં આ તમે ખાઇ શકો છો. આ બફવડા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આજે આપણે ખુબજ સહેલી અને સરળ રીતે બફવડા બનાવતા શીખીશુ. તો ફટાફટ રીત નોંધીલો.

ફરાળી બફવડાની સામગ્રી:

બનાવવાની રીત:

બટેટાને બાફીને, છોલીને છીણી લો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને મીઠું ભેળવી બફવડાનું મિશ્રણ તૈયાર કરી થોડી વાર એક તરફ રહેવા દો. એ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, તલ, મીઠું, મરચું કિશમિશ, કાજુના ટુકડા, થોડી ખાંડ મિક્સ કરો. બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં આ સ્ટફિંગ કરો. બફવડાના ગોળાને આરાલોટમાં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના તળીને ટીશ્યૂ પેપર પર કાઢી ગરમાગરમ ખજૂરની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી બફવડા.

આ વીડિયો જુઓ: ફરાળી દિલ્હી ચાટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન