Yuva Cyclone Effect Till 13 th to16th June in Gujarat
  • Home
  • Ahmedabad
  • માત્ર 13 તારીખ નહીં, પણ સોમવાર સુધી ગુજરાતીઓના માથે રહેશે ઘાત

માત્ર 13 તારીખ નહીં, પણ સોમવાર સુધી ગુજરાતીઓના માથે રહેશે ઘાત

 | 7:59 pm IST

વાયુ નામનું વાવાઝોડું આવતી કાલે બપોરે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે ગુજરાત તરફ આગળ ધપી રહેલુ વાવાઝોડુ કાંઠા વિસ્તારોમાં કેટલો વિનેશ નોંતરશે, તે તો આવતીકાલે જ માલૂમ પડશે. આ વાવાઝોડાની અસર 14 જૂને ઓછી થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે, પરંતુ, સોમવાર સુધી વાયુ વાવાઝોડું ગુજરાતના લોકોના શ્વાસ અદ્ધર રહેશે. 

મળતી માહિતી અનુસાર, વાયુ વાવાઝોડુ વેરાવળ બાદ હવે પોરબંદર તરફ ફંટાયુ છે. સાથે જ તે વધારે વિકારાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. 13 જૂનના રોજ વાવાઝોડુ પોરબંદરના દરિયાકિનારે ટકરાશે. તો 14 જૂને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધીને જામનગર તરફ જશે. 15 જૂનના રોજ ગુજરાતના દરિયાથી થોડુ દૂર જશે. છેક 16 જૂને વહેલી સવારે વાવાઝોડુ ગુજરાતના દરિયાથી વધુ દૂરના અંતરે જશે અને 16 જૂને રાત્રે આ વાવાઝોડુ દરિયામાં સમાઈ જશે. 

વાવાઝોડું દરિયામાં હોય તો સ્પીડ અને ઈફેક્ટીવ સ્ટ્રોંગ હોય છે. પણ જેમ જેમ તે કિનારે આવી જાય અથવા કિનારાના વિસ્તારોમાં અથડાય તો કેપેસિટી ડાઉન થાય. કાંઠે અથડાયા બાદ તેની તીવ્રતા ઓછી થઈ જાય છે.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે માત્ર 13 અને 14 તારીખે જ વાવાઝોડાનો ખતરો રહેશે. પરંતુ 13 થી લઈને 16 તારીખ સુધી ગુજરાતીઓના માથે વાયુનો ખતરો મંડરાયેલો રહેશે. એક રીતે કહીએ તો ગુજરાતના માથે 4 દિવસ ઘાત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન