Yuvi, Gambhir and Rohit Sharma react on icc Cricket Final and rules
  • Home
  • Sports
  • Cricket
  • ICCના નિયમને લઈ હોબાળો, યુવી-‘હિટમેન’ અને ગંભીરે પણ ટ્વીટ કરી પૂછ્યા સવાલ

ICCના નિયમને લઈ હોબાળો, યુવી-‘હિટમેન’ અને ગંભીરે પણ ટ્વીટ કરી પૂછ્યા સવાલ

 | 2:43 pm IST

આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ જીત મેળવી પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. લોર્ડસના મેદાન પર રવિવારે રમાયેલ ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવી આ ખિતાબ પોતાના નામે કર્યો. પરંતુ ઇંગ્લેન્ડની જીત બાદ આઈસીસીના નિયમોને લઈ દુનિયાભરમાં કેટલાક સવાલ ઉભા થયા છે.

ક્રિકેટના આ મહાસંગ્રામમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન રોહિત શર્માએ કહ્યું કે આઈસીસીના અમુક નિયમો પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂરત છે. તેને ટ્વીટ કરી લખ્યું કે,‘ક્રિકેટના અમુક નિયમો પર ગંભીર રીતે વિચાર કરવાની જરૂર છે.’ રોહિત શર્મા સિવાય ભારતીય ખેલાડી અને વર્તમાન બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે પણ આઈસીસીના નિયમો પર સવાલ ઉભા કર્યા છે. ગંભીરે પણ ટ્વીટ કરી લખ્યું કે,‘મેચમાં વિનરનો નિર્ણય બાઉન્ડ્રીની સંખ્યાના આધારે લેવાયો. આઈસીસીનો આ નિયમ વાહિયાત છે. મેચ ટાઇ થવી જોઈતી હતી. હું બન્ને ટીમોને શુભેચ્છા પાઠવું છું. જેમને શાનદાર પ્રદર્શન કર્યું. બન્ને વિજેતા છે.’

આ સિવાય પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે પણ આઈસીસીના નિયમ પર સવાલ ઉભા કરતા ટ્વીટ કરી લખ્યું કે,‘હું આઈસીસીના આ નિયમથી સહમત નથી. પરંતુ નિયમ તો નિયમ છે. ઇંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનવાની શુભેચ્છા. મારી સહાનુભૂતિ ન્યૂઝીલેન્ડની ટીમ સાથે છે. જે અંત સુધી લડ્યા. સારું રમ્યા.’ ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 50 ઓવરની મેચ ટાઈ થઈ હતી. ત્યાર બાદ સુપર ઓવર પણ પરિણામ વગર રહી. તેથી આઈસીસીના નિયમ મુજબ જે ટીમની બાઉન્ડ્રી વધારે હોય તે ટીમને વિજેતા ગણવામાં આવે છે. તેથી ઇંગ્લેન્ડ ટીમની બાઉન્ડ્રી વધારે હોવાના કારણે વિજેતા જાહેર કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન