Yuvika Chaudhary and Prince Narula's Pre wedding Photo shoot
  • Home
  • Featured
  • Photos: લગ્ન પહેલા પ્રિંસ નરૂલા અને યુવિકા ચૌધરીએ કરાવ્યું પ્રી-વેડિંગ ફૉટોશૂટ

Photos: લગ્ન પહેલા પ્રિંસ નરૂલા અને યુવિકા ચૌધરીએ કરાવ્યું પ્રી-વેડિંગ ફૉટોશૂટ

 | 10:32 am IST

12 ઑક્ટોબરનાં કરશે લગ્ન

ટીવી કપલ પ્રિંસ નરૂલા અને યુવિકા ચૌધરી આ વર્ષે 12 ઑક્ટોબરનાં લગ્ન કરવાનાં છે. બંનેની લવ સ્ટોરી ‘બિગ બૉસ-9’માં શરૂ થઈ હતી. લગ્નનાં કેટલાક દિવસ પહેલા બંનેએ મુંબઈનાં એક રિસોર્ટમાં પ્રી-વેડિંગ ફૉટોશૂટ કરાવ્યું હતુ. આ તસવીરોને પ્રિંસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં પ્રિંસ યુવિકાનાં માથા પર કિસ કરી રહ્યો છે. આ તસવીરોમાં બેનેની રૉમેન્ટિક બૉન્ડિંગ જોઇ શકાય છે.

બંનેએ બ્લેક એન્ડ રેડ આઉટફિટ પહેરેલા છે. તેમના લગ્નની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. અન્ય તસવીરમાં પ્રિંસ અને યુવિકાની શરારત ભરેલી કેમિસ્ટ્રી જોઇ શકાય છે. બંને ઑલ બ્લેક લૂકમાં જોવા મળી રહ્યા છે. રેડ ડ્રેસમાં યુવિકા ચૌધરી ઘણી જ સુંદર લાગી રહી છે. લગ્ન પહેલા પ્રિંસે ધામધૂમથી યુવિકાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

પ્રિંસ છે રિયાલિટી શૉઝનો કિંગ

પ્રિંસ નરૂલાને રિયાલિટી શૉઝનો કિંગ કહેવામાં આવે છે. તેણે 2015માં રોડીઝની 12 સીઝન જીત્યા બાદ રોડીઝ X2ની ‘Ultimate Roadie’ ટાઇટલ જીત્યું હતુ. ત્યારબાદ એમટીવીનાં શૉ ‘Splitsvilla-8’ અને ‘બિગ બૉસ સીઝન-9’ પણ તે જીત્યો હતો.