યુવરાજના છ બોલમાં છ છગ્ગાનો રેકોર્ડ તુટ્યો, આ બેટ્સમેને માર્યા 7 છગ્ગા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • યુવરાજના છ બોલમાં છ છગ્ગાનો રેકોર્ડ તુટ્યો, આ બેટ્સમેને માર્યા 7 છગ્ગા

યુવરાજના છ બોલમાં છ છગ્ગાનો રેકોર્ડ તુટ્યો, આ બેટ્સમેને માર્યા 7 છગ્ગા

 | 5:40 pm IST
  • Share

ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ યુવરાજસિંહે વર્ષ 2007મા ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ બોલમાં છ છગ્ગા લગાવી ઇતિહાસ રચ્યો હતો પરંતુ શ્રીલંકાના યુવા બેટ્સમેને છ નહીં પરંતુ સતત સાત છગ્ગા લગાવી યુવરાજને પાછળ છોડયો હતો. જોકે, આ બેટ્સમેને આંતરરાષ્ટ્રીય નહીં પરંતુ સ્થાનિક ક્રિકેટમાં લગાવ્યા છે.

આ યુવા બેટ્સમેનનું નામ નવિંદુ પસારા છે. પસારાએ અંડર-15 મુરલી ગુડનેસ કપમાં ફોગ ક્રિકેટ એકેડમી તરફથી રમતાં સાત બોલમાં સાત છગ્ગા લગાવ્યા હતા. આ ઓવરમાં બોલરે નો બોલ નાખ્યો હતો જેને કારણે સતત સાત છગ્ગા ફટકાર્યા હતા.

આ મેચનો ચીફ ગેસ્ટ મુરલીધરન ઉપસ્થિત રહ્યો હતો જેણે પસારાના બેટિંગની ઘણી પ્રશંસા કરી મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો