Yuvraj holds bat at the age of 1.5 yrs, Father shares his childhood memories
  • Home
  • Sports
  • Cricket
  • દોઢ વર્ષની ઉંમરે યુવરાજે હાથમાં પકડ્યું હતું બેટ, પિતાએ સંભળાવ્યા નાનપણનાં દિલચસ્પ કિસ્સા

દોઢ વર્ષની ઉંમરે યુવરાજે હાથમાં પકડ્યું હતું બેટ, પિતાએ સંભળાવ્યા નાનપણનાં દિલચસ્પ કિસ્સા

 | 10:42 am IST

બે-બે વિશ્વ કપમાં જીતનાં હીરો રહેલાં યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સોમવારે ભાવુક વિદાય લીધી. વિદાય લીધા બાદ યુવરાજના પિતા યોગરાજે નાનપણનાં કિસ્સા સંભળાવ્યા હતા. યોગરાજે કહ્યું કે, 40 વર્ષ પહેલાં મને ભારતીય ટીમમાંથી નીકાળી દીધો હતો, અને ત્યારથી મારા દિલમાં તે દર્દ હતું. અને હું એ દર્દ સાથે જ જીવી રહ્યો હતો.

યોગરાજે કહ્યું કે, યુવરાજની કહાની ત્યાંથી જ શરૂ થાય છે, જ્યારે તે દોઢ વર્ષનો હતો. અને મેં તેને પહેલું બેટ ખરીદીને આપ્યું હતું. અને મારી મા ગુરનામ કૌરે તેને પહેલો બોલ નાખ્યો હતો. મારી પાસે આજે પણ એ ફોટો છે.

પિતાએ કહ્યું કે, જ્યારે તે મોટો થયો તો, તે સ્કેટિંગ કરવા લાગ્યો અને ટેનિસ પણ રમવા લાગ્યો હતો. હું તેના સ્કેટ અને ટેનિસ રેકેટ તોડી દેતો હતો. તે અમારા સેક્ટર-11વાળા ઘરને જેલ કહેતો હતો, અને મને ડ્રેગન સિંહ. પણ એક પિતા તરીકે મને અધિકાર છે કે, હું મારા પુત્રને કહું કે તે મારું ગુમાવેલું સન્માન પરત અપાવે અને એકવાર ફરીથી મને ગર્વનો મોકો આપે.

તેઓએ કહ્યું કે, યુવરાજ જ્યારે 6 વર્ષનો હતો, ત્યારે હું તેને સેક્ટર-16ના સ્ટેડિયમમાં લઈને ગયો હતો, જ્યાં હું પ્રેક્ટિસ કરતો હતો. ત્યાં પેસ એકેડમી હતી, અને હું યુવરાજને હેલ્મેટ વગર બેટિંગ કરવાનું કહેતો હતો.

યોગરાજે કહ્યું કે, તે સ્ટેડિયમમાં રોજ ડોઢ કલાક દોડતો હતો. મને યાદ છે કે, મારી મા જ્યારે પોતાની જિંદગીથી ઝઝૂમી રહી હતી, ત્યારે તેણે મને કહ્યું હતું કે, હું તેને આટલી આકરી ટ્રેનિંગથી યુવરાજનું જીવન બરબાદ કરી રહ્યો છું. ત્યારે મને જિંદગીમાં પહેલી વાર મારા પુત્ર સાથે આ પ્રકારનું વર્તન કરવા બદલ પસ્તાવો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન