Yuvraj Singh announced Retirement from International Cricket
  • Home
  • Sports
  • Cricket
  • … અને 2011માં ચાલુ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહને થવા લાગી હતી લોહીની ઉલ્ટીઓ

… અને 2011માં ચાલુ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહને થવા લાગી હતી લોહીની ઉલ્ટીઓ

 | 6:24 pm IST

ભારતના 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપના જીતના હીરો યુવરાજ સિંહે સોમવારે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. યુવરાજે મુંબઈ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી આંતરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુવરાજ સિંહ ઘણો ભાવુક દેખાયો હતો. યુવીએ કહ્યું કે,‘આ તેના માટે ખૂબજ ભાવનાત્મક પળ છે અને તેનું કરિયર એક રોલર-કોસ્ટર જેવું રહ્યું છે.’ આપને જણાવી દઈએ કે 2011 વર્લ્ડ કપ દરમિયાન યુવરાજને કેન્સરની બીમારી થઈ હતી. પરંતુ તેને પોતાની બીમારીને છુપાવી રાખી હતી અને પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.

2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં એક તરફ યુવી મેદાન પર બોલરોનો પરસેવો છોડાવી રહ્યો હતો ત્યારે બીજી તરફ લોહીની ઉલ્ટીઓ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ દરમિયાન યુવરાજના મોઢામાંથી લોહી નીકળ્યું હતું. પરંતુ યુવરાજે આ વિશે કોઈને જાણ થવા ન દીધી. યુવરાજ પહેલો એવો ઓલરાઉન્ડર છે જેને કોઈ વર્લ્ડ કપમાં 300થી વધુ રન બનાવ્યા ઉપરાંત 15 વિકેટ પ્રાપ્ત કરી. 2011 વર્લ્ડ કપમાં ચાર વખત ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ ટુર્નામેન્ટ’ના ખિતાબ પણ યુવરાજના નામે છે.

યુવીને કેન્સરની સારવાર માટે બોસ્ટન જવું પડ્યું હતું. એક વર્ષથી વધુ સમય સુધી કેન્સરની જંગમાં યુવરાજે આખરે જીત મેળવી. જોકે ત્યાર બાદ કેટલાક ક્રિકેટ વિશ્લેષકોનું માનવું હતું કે યુવી ફરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર નહીં દેખાય પરંતુ યુવીએ હાર ન માની અને સખત મહેનત કરી કેન્સરની બીમારીને હરાવી ફરી મેદાન પર જબરદસ્ત વાપસી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન