yuvraj singh exgirlfriend kim sharma leaves a comment on his retirement
  • Home
  • Entertainment
  • Bollywood
  • યુવરાજનાં સંન્યાસનું સૌથી વધુ દુ:ખ Ex ગર્લફ્રેન્ડ કિમ શર્માને થયું, હેજલને કહી દીધું આવું…

યુવરાજનાં સંન્યાસનું સૌથી વધુ દુ:ખ Ex ગર્લફ્રેન્ડ કિમ શર્માને થયું, હેજલને કહી દીધું આવું…

 | 11:01 am IST

યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. તેણે પ્રેસ કૉન્ફરન્સ કરીને ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી હતી. યુવરાજનાં સંન્યાસનાં સમાચાર મીડિયા પર આવતા જ સનસનાટી મચી ગઈ. દિગ્ગજ ક્રિકેટર્સે યુવરાજની રમતને યાદ કરતા તેના ભવિષ્યને લઇને શુભકામનાઓ પાઠવી છે. સાથે સાથે બોલિવૂડનાં સિતારાઓએ પણ શુભેચ્છાઓ પાઠવી છે. કે જેમાં અનુપમ ખેર, વરૂણ ધવન અને આલિયા ભટ્ટ જેવી હસતીઓ સામેલ છે. તો સાથે સાથે યુવરાજની Ex ગર્લફ્રેન્ડ કિમ શર્માએ પણ ઈમોશનલ ટ્વિટ કરી છે.

યુવરાજની પત્ની હેજલે યુવરાજની પ્રેસ કોન્ફરન્સ દરમિયાનનો એક ફોટો અપલોડ કર્યો અને ત્યારબાદ લખ્યું કે, અને આ સાથે જ એક યુગનો અંત આવ્યો. તમને તમારા પર ગર્વ હોવો જોઈએ. હવે આગલા ચેપ્ટર તરફ આગળ વધીએ. ખુબ ખુબ પ્રેમ.

હેજલે પોસ્ટ કરેલી આ તસવીર પર જ કિમ શર્માએ કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું કે, હંમેશા ચમકતા રહો you lovely duo. આ રીતે બોલિવૂડની કેટલીય હસતીઓએ હેજલની પોસ્ટ પર કોમેન્ટ કરીને શુભકામનાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે કિમ શર્મા અને યુવરાજ ઘણા લાંબા સમય સુધી રિલેશનમાં હતા. યુવરાજની માતાને આ સંબંધ પસંદ ન હોવાના કારણે લગ્ન ન થઈ શક્યાં.

અનુષ્કા શર્માએ પણ શુભકામના આપતા લખ્યું કે, બધી યાદો માટે ધન્યવાદ. તમે એક યોદ્ધા છો અને બધા માટે પ્રેરણા છો. આગળની ઈનિંગ માટે શુભકામનાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન