yuvraj singh impresses Indian fans with reverse sweep six
  • Home
  • Sports
  • Cricket
  • યુવરાજ સિંહે લગાવી એવી સિક્સર કે, બોલરને પણ ચક્કર આવી ગયા

યુવરાજ સિંહે લગાવી એવી સિક્સર કે, બોલરને પણ ચક્કર આવી ગયા

 | 3:13 pm IST

ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાની કોશિશ કરી રહેલ યુવરાજ સિંહ માટે વિશ્વકપ 2019નો દરવાજો લગભગ બંધ થઇ ગયો છે. પરંતુ IPL 2019 ચાલુ થવા જઇ રહેલ છે અને આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી સિક્સર કિંગ ભારતીય ટી-20 ટીમમાં સ્થાન બનાવી પોતાનું ગુમાવેલું સન્માન પરત મેળવવા માટે પોતાની સંપૂર્ણ મહેનત લગાવી દેશે.

આ દરમિયાન યુવરાજ સિંહના પ્રશંસકો માટે ખુશ ખબર આવી છે, કારણ કે આ પંજાબી મુંડાએ હાલમાં જ કંઇક એવુ કર્યુ જેને જોઇ સ્ટેડિયમમાં હાજર ફેન્સ ચોંકી ઉઠ્યા.

ઇન્ડિયા-માલદીવ ફ્રેંડશઇપ ક્રિકેટ સિરીઝ 2019નો ભાગ રહેલ યુવરાજ સિંહ આમ તો એર ઇન્ડિયા તરફથી રમતા 6 બોલમાં માત્ર 17 રન જ બનાવી શક્યો, પરંતુ આ દરમિયાન તેણે એક એવી સિક્સર ફટકારી જેને જોઇ સૌ કોઇ આશ્ચર્યચકીત થઇ ગયા.

9મી ઓવરમાં યુવરાજ સિંહે અજીબોગરીબ શોટ રમ્યો, જેને જોઇ બોલર પણ દંગ રહી ગયો. સોશિયલ મીડિયા પર આ શોટ ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. લોકો યુવરાજના આ શોટના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

બોલરના બોલ ફેંકવા પહેલા યુવરાજ સિંહ નીચે બેસી ગયો અને રિવર્સ શોટ રમતા પહેલા તૈયાર થઇ ચૂક્યો હતો. બોલર સમજી ગયો હતો કે, યુવરાજ રિવર્સ શોટ રમવાની તૈયારીમાં છે. આવામાં બોલરે યોર્કર લેંથ રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલ સીધો યુવરાજના બેટ પર આવી ગયો અને શાનદાર સિક્સર લગાવી દીધી.

બોલર પણ આ શોટને જોઇ દંગ રહી ગયો. થર્ડ મેન પર ફિલ્ડર હાજર હતો પરંતુ સીમા રેખાને પાર કરતા સિક્સર વાગી ગઇ. અહિંયા જાણકારી આપવી જરૂરી બની જાય છે કે, 23 માર્ચથી શરૂ થવા જઇ રહેલ IPL 2019માં યુવરાજ સિંહ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન