Yuvraj Singh Rare childhood photos yuvraj indian cricket team
  • Home
  • Photo Gallery
  • સંન્યાસ પહેલાનાં યુવરાજના એવા 30 ફોટો કે જે તમે ક્યારેય જોયા જ નહીં હોય

સંન્યાસ પહેલાનાં યુવરાજના એવા 30 ફોટો કે જે તમે ક્યારેય જોયા જ નહીં હોય

 | 6:40 pm IST

ભારતમાં 2007 ટી-20 અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતના હીરો રહેલા યુવરાજ સિંહે સોમવારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી. યુવરાજ સિંહે મુંબઈની સાઉથ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. 2017 બાદ ટીમ ઈન્ડિયામાં તેનું સિલેક્શન થઈ રહ્યું ન હતું. અંતે ભાવુક થયેલાં યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. યુવરાજે કહ્યું કે, નાનપણથી જ મે મારા પિતાનું દેશ માટે રમવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.

યુવરાજ સિંહે કહ્યું કે, મેં ક્યારેય પણ કોઈપણ પડકાર સામે હાર નથી માની, પછી તે ક્રિકેટની મેચ રહી હોય કે પછી કેન્સરની બિમારી. પોતાના ક્રિકેટ કરિયરને યાદ કરતાં યુવરાજે કહ્યું કે, પોતાના 25 વર્ષના કરિયર અને ખાસ કરીને 17 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કેટલાય ઉતાર-ચઢાવ જોયા છે. હવે મેં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ રમતે મને કેવી રીતે લડવું તે શીખવાડ્યું છે, પડ્યા બાદ પાછા ઉભા થવાનું છે, અને આગળ વધવાનું છે. તો અહીં જુઓ યુવીની 30 એવી તસવીરો કે જે તમને ક્યારેક ક જોવા મળતી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન