yuvraj singh retirement from cricket bollywood actress preity zinta tweeted
  • Home
  • Entertainment
  • Bollywood
  • બધા જેની રાહ જોતા હતા એ પ્રીતિ ઝિન્ટાનું આવ્યું યુવરાજ માટે રિએક્શન, લોકોએ કહ્યું‘ ઓ..હો..હો…

બધા જેની રાહ જોતા હતા એ પ્રીતિ ઝિન્ટાનું આવ્યું યુવરાજ માટે રિએક્શન, લોકોએ કહ્યું‘ ઓ..હો..હો…

 | 4:44 pm IST

ભારત માટે 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર મશહુર ક્રિકેટર યુવરાજ સિંહે સોમવારે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. આ એલાન કર્યા બાદ બોલિવૂડની બધી હસતીઓએ તેને શુભકામનાઓ પાઠવી હતી અને યુવીનાં ફેન્સે દુખ જાહેર કર્યું હતું. આમ તો ઘણા લોકો દુખી છે પરંતુ હવે એ લોકો તેમનાં આ નિર્ણયથી આનંદિત પણ છે. હાલમાં તેમની દોસ્ત પ્રીતિ ઝિન્ટાનું યુવરાજના સંન્યાસ બાબતે રિએક્શન સામે આવ્યું છે.

પ્રીતિ ઝિન્ટાએ પોતાનાં ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે, પ્રિય યુવરાજ, તમને જીવનમા આગળ વધવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. એ 6 છગ્ગા માટે તમને અભિનંદન. તમારૂ રમવું અને અમને એન્ટરટેનમેન્ટ કરવાની રીત હંમેશા યાદ રહેશે. તમને ખૂબ પ્રેમ..

ઉલ્લેખનીય છે કે પ્રીતિ અને યુવરાજની અફેરની વાતો ઘણો સમય ચાલી હતી. યુવરાજે ક્રિકેટ રમવાનું પોતાનાં પિતા યોગરાજ સિંહ પાસેથી શીખ્યું હતું. તેમણે ભારત માટે પહેલો વન-ડે 2000માં રમ્યો હતો. યુવરાજની બેટિંગથી બધા જાણીતા છે અને દરેક બોલરને ખબર છે કે તેમની સામે ટકી રહેવું અઘરૂ છે. 2007માં તેમણે ઈંગ્લેન્ડ સામે મારેલા 6 છગ્ગા બધાને યાદ છે. યુવરાજ સિંહ કેન્સરને પણ હરાવી ચૂક્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન