આ વિડીઓને જોઇને તમને પણ થશે આશ્ચર્ય, સૌથી અલગ રીતે આઉટ થનાર પહેલો ક્રિકેટર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આ વિડીઓને જોઇને તમને પણ થશે આશ્ચર્ય, સૌથી અલગ રીતે આઉટ થનાર પહેલો ક્રિકેટર

આ વિડીઓને જોઇને તમને પણ થશે આશ્ચર્ય, સૌથી અલગ રીતે આઉટ થનાર પહેલો ક્રિકેટર

 | 7:03 pm IST

ક્રિકેટમાં બેટ્સમેનને આઉટ કરવાના ઘણા પ્રકાર છે. કેચ, બોલ્ડ, સ્ટમ્પ, રનઆઉટ અને એલબીડબલ્યુમાં મોટાભાગના બેટ્સમેનો આઉટ થતા થતા હોય છે. પણ જરા વિચારો કે, કોઈ બેટ્સમેન બોલને અડ્યા વિના જ છોડી દે છતાય તેને આઉટ આપી દેવામાં આવે તો શું થાય. આવી જ અનોખી રીતે આઉટ થયેલો એક બેટ્સમેન આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે…

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં સ્પષ્ટ દેખાય છે કે, બોલર દ્વારા ફેંકવામાં આવેલો બોલ બેટ્સમેન છોડી દે છે છતા એમ્પાયર તેને આઉટ જાહેર કરી દે છે. યુવીએ આ વીડિયો પોસ્ટ કર્યા બાદ લોકો તેના પર જુદી-જુદી કોમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઈને સમજાયુ પણ નહીં કે, આખરે એમ્પાયરના દિમાગમાં એવું શું આવ્યું કે, તેણે બેટ્સમેનને આઉટ જાહેર કરી દીધો. બોલ બેટથી લગભગ દોઢ ફૂટ દૂર હતો, જે સ્ટેન્ડમાં બેઠેલો કોઈ પ્રેક્ષક સ્પષ્ટ જોઈ શકે. એમ્પાયરના આ નિર્ણય બાદ ખૂબ મોટો વિવાદ સર્જાયો હતો.

🤔🤔🤔

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

આ મેચ 2007માં કેનિંગ્ટન ઓવલ ખાતે સરે અને બ્રેકફોર્ડ લીડ્સ યુનિવર્સિટી વચ્ચે રમાઈ હતી. આ વીડિયોમાં આઉટ થનારો ખેલાડી થોમસ મેરિલટ છે. તેને મોહમ્મદ અકરમની બોલિંગ એમ્પાયરે કેચઆઉટ જાહેર કર્યો હતો. અને વિકેટકીપર હતા જોહ્ન બૈટી.

આ એક ચેરિટી મેચનો વીડિયો છે. તે મેચમાં શરત એ હતી કે, એક ઓવરમાં બે બોલ પર બેટ્સમેનથી કોઈ શોટ ન વાગે ત્યાં સુધી બરાબર છે પણ જો બેટ્સમેન કોઈ શોટ રમ્યા વિના તે બોલને છોડી દે તો તેને આઉટ આપી શકાય છે. અને આ જ કારણે બેટ્સમેનને આઉટ જાહેર કરાયો હતો.