ધોની-રૈનાના સંન્યાસ બાદ હવે યુવરાજ સંન્યાસ તોડીને રમશે? PCA દ્વારા કરાઈ ખાસ અપીલ

એક તરફ આજે ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. સાથે જ સુરેશ રૈનાએ પણ આ જ રસ્તે ચાલવાનું નક્કી કરી જાહેરાત કરી કે તે પણ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લે છે. સાથે જ આજે પંજાબ ક્રિકેટ એસોસિએશન (પીસીએ)એ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને એક ખાસ અપીલ કરી છે. પીસીએ દ્વારા યુવરાજને નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેંચીને રાજ્યની ટીમના ખેલાડી અને માર્ગદર્શક બનવાની વિનંતી કરી છે. જો કે યુવરાજે હજી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
પીસીએ સેક્રેટરી પુનીત બાલીએ કહ્યું કે તેણે યુવરાજને વિનંતી કરી છે. કે જે શુભમન ગિલ સહિત કેટલાક યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યો છે. ડાબા હાથના આ જબરદસ્ત ખેલાડીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
બાલીએ કહ્યું, ‘અમે પાંચ-છ દિવસ પહેલા યુવરાજને વિનંતી કરી હતી. હવે તેના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. જો એ સંમત થાય તો તે પંજાબ ક્રિકેટ માટે ખૂબ સારું રહેશે. યુવરાજે ગયા વર્ષે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. યુવરાજની 2019ની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. આ પછી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું.
આ વીડિયો પણ જુઓ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીનો સંન્યાસ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન