Yuvraj Singh Trolled shoaib akhtar on hitting ball to Batsman
  • Home
  • Sports
  • Cricket
  • શોએબ અખ્તરે જોફરા આર્ચરની લીધી ક્લાસ, યુવરાજ સિંહે આપ્યો આવો જવાબ

શોએબ અખ્તરે જોફરા આર્ચરની લીધી ક્લાસ, યુવરાજ સિંહે આપ્યો આવો જવાબ

 | 11:50 pm IST

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો છે. જોફ્રા આર્ચર પર કરેલા એક ટ્વીટ પર યુવરાજ સિંહે રાવલપિંડી એક્સપ્રેસને આડે હાથ લેતા રમૂજી કોમેન્ટ કરી છે.

આપને જણાવી દઈએ કે એશિઝ 2019માં લોર્ડ્સના મેદન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરની બાઉંસર બોલ પર ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન સ્મિથ ઘાયલ થઈ જાય છે. જેના કારણે તેને બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરી નહી. આ ઘટના પર શોએબ અખ્તરે એક ટ્વીટ કરી જેમાં લખ્યું કે,‘બાઉંસર બોલ ક્રિકેટનો એક ભાગ છે. પરંતુ જ્યારે એક બોલરની બોલ બેટ્સમેનને વાગે છે અને બેટ્સમેન ઘાયલ થઈને ધરા પર પડે ત્યારે બોલરે સ્પોર્ટ્સમેનશિપ દાખવીને તેની નજીક જવું જોઈએ અને તેના હાલચાલ પૂછવા જોઈએ. આર્ચરે આ સારું નથી કર્યું કે જ્યારે સ્મિથને બોલ વાગી તો તે ત્યાંથી ચાલ્યો ગયો જ્યારે સ્મિથ પીડામાં હતો. હું હંમેશા બેટ્સમેન પાસે જતો હતો અને તેમનું હાલચાલ પૂછતો હતો.’

અખ્તરની આ ટ્વીટ પર યુવરાજ સિંહે રમૂજી કોમેન્ટ કરતા લખ્યું કે,‘હાં તમે આવું કરતા હતા. પરંતુ તમારા સાચા શબ્દો એવા હોતા હતા કે શું તમે સારા છો? કારણ કે એવી અન્ય કેટલીક બોલ આવવા વાળી છે.’ આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2019 દરમિયાન ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં યુવી કેનેડા ગ્લોબલ ટી20 લીગમાં રમતા દેખાયો હતો.

આ વીડિયો પણ જુઓ: MPની હીરા પન્ના માઈન્સના ડાયમંડનું થશે ઓક્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન