NIFTY 10,230.85 +63.40  |  SENSEX 32,633.64 +200.95  |  USD 64.7400 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • યુવરાજના બિઝનેસ લોન્ચિંગમાં જોડાયા ક્રિકેટર અને બોલિવૂડ સ્ટાર્સ

યુવરાજના બિઝનેસ લોન્ચિંગમાં જોડાયા ક્રિકેટર અને બોલિવૂડ સ્ટાર્સ

 | 7:29 pm IST

શનિવારે મુંબઈની એક હોટેલમાં ક્રિકેટર યુવરાજ સિંહની ક્લોધિંગ બ્રૅન્ડ ‘યુ વી કૅન’ (YWC)નું લૉન્ચિંગ થયું હતું. આ પ્રસંગે ક્રિકેટજગતના અને બૉલીવુડના અનેક ધુરંધરોએ હાજરી આપી હતી. YWC બ્રૅન્ડ અંતર્ગત પુરુષો, મહિલાઓ અને ચાર વર્ષ કરતાં મોટાં બાળકોનાં કપડાંનું વેચાણ થશે.

yuvraj1

લૉન્ચિંગ પ્રસંગે કાજોલ, અમિતાભ બચ્ચન, યુવરાજ સિંહની મમ્મી શબનમ સિંહ, યુવરાજ, દીપિકા પાદુકોણ અને ફારાહ ખાન હાજર રહ્યાં હતાં. ઉપરાંત અન્ય ફોટોમાં ડાબેથી ઇશાન્ત શર્મા, વીરેન્દર સેહવાગ, મોહમ્મદ કૈફ, હેઝલ કીચ, રોહિત શર્મા, ઝહીર ખાન, પહેલવાન સુશીલ કુમાર અને યુવરાજ સિંહ નજરે પડે છે.

યુવરાજે તેના આ લોન્ચિંગ વખતના ફોટોગ્રાફ ટ્વિટર પર શેયર કર્યા હતા. જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયા હતા. હાલમાં ક્રિસ ગેઈલ અને ડ્વેન બ્રાવો સ્કોર કોન્ડોમની એડ માટે ઈન્ડિયામાં આવેલા છે, તેઓ પણ યુવરાજના કાર્યક્રમમાં જોડાયા હતા.