હાર્દિક પંડ્યાની પોસ્ટ પર યુઝવેન્દ્ર ચહલે કરી આવી મજાક - Sandesh
NIFTY 10,387.60 +9.20  |  SENSEX 33,807.94 +33.28  |  USD 64.8250 +0.62
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યાની પોસ્ટ પર યુઝવેન્દ્ર ચહલે કરી આવી મજાક

હાર્દિક પંડ્યાની પોસ્ટ પર યુઝવેન્દ્ર ચહલે કરી આવી મજાક

 | 3:28 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લેગ બ્રેક બોલર યુઝવેન્દ્ર ચહલ સારા દોસ્ત છે. અને બંને વચ્ચે મજાક મસ્તી પણ ચાલતી રહે છે. હાલમાં હાર્દિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં યુઝવેન્દ્ર ચહલે તેમની મજાક પણ કરી હતી.

તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતમાં છે. આફ્રિકા સામે થવા જઈ રહી ટેસ્ટમાં તેમણે ભાગ નથી લીધો. પરંતુ સીમિત ઓવરમાં રમવાની આશંકા જણાઈ રહી છે. અને બીજી બાજુ હાર્દિકને ટેસ્ટ સાથે વનડે અને ટી-20 સીરીઝમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

આ બનાવ 2 જાન્યુઆરીનો છે. હાર્દિકે તેના instagram એકાઉન્ટમાં એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેઓએ કોઈ કંપનીનો હેડફોન લગાલેડો દેખાયો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હું સંગીત વગર જીંદગીની કલ્પના નથી કરી શકતો’. બોટ નીરવના (હેડફોન) મારી મદદ કરે છે.

હાર્દિકના આ પોસ્ટ પર તેમના ફેંસની કોમેન્ટો આવવા લાગી હતી. લોકોએ તેમના ફોટોની ખુબ પ્રશંસા કરી હતી. પરંતુ જયારે થોડીવાર પછી ખેલાડી યુઝવેન્દ્ર ચહલે હર્દીકનો ફોટો જોયો અને આ પોસ્ટ પર તેમણે વલણનો મજાક ઉડાડતા કોમેન્ટ કરી “સાચે, હાર્દિક પંડ્યા?”