Yuzvendra Chahal comment on katrina kaif's live chat
  • Home
  • Corona live
  • કેટરિના કૈફના ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ઘૂસ્યો યુઝવેન્દ્ર ચહલ અને કરી એવી હરકત કે…

કેટરિના કૈફના ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ઘૂસ્યો યુઝવેન્દ્ર ચહલ અને કરી એવી હરકત કે…

 | 10:29 am IST

ભારતીય ક્રિકેટ ટીમનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ભલે ક્રિકેટ મેદાન પર હોય કે પછી મેદાનની બહાર હોય તે સતત ચર્ચામાં રહે છે. યુઝવેન્દ્રને હાલ ટીમ ઇન્ડિયાનો સૌથી ખુશમિજાજ અને મસ્તીખોર ખેલાડી કહી શકાય છે. કારણ કે ચહલ ઘણી વખત તેના સાથી ખેલાડીઓ સાથે મસ્તી-મજાક કરતા જોવા મળે છે. ચહલ સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે અને સતત તેની તરસવીરો અને વીડિયો ચર્ચાનું કેન્દ્ર બને છે.

ત્યારે હવે ચહલ તેના કોમેન્ટને લઈ ચર્ચામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઇવ હતી. ત્યારે ચહલે એક કોમેન્ટ કરી જેના પર ફેન્સની નજર પડી. હવે ચહલની આ કોમેન્ટના સ્ક્રીનશોટ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કોરોના મહામારીના કારણે લોકડાઉન રહેતા હાલ બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે જોડાઈ રહ્યા છે.

કેટરિના કૈફના ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ચહલે કોમેન્ટ કરતા લખ્યું કે,‘હાય કેટરિના મેમ…’ ચહલ દ્વારા કેટરિનાને મેમ કહેતા ફેન્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપવા લાગ્યા અને મજા લેવા લાગ્યા. આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ ચહલ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ઇસ્ટાગ્રામ લાઇવ ચેટમાં કોમેન્ટ કરી ચૂક્યો છે. ચહલના ટિકટોક વીડિયોઝ પણ ખૂબ વાયરલ થાય છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં કોરોનાને લઇ તંત્રની પોલંમપોલ સામે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન