yuzvendra chahal fiancee dhanashree verma dance with mother
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • યુઝવેન્દ્ર ચહલની મંગેતરે મમ્મીની સાથે કર્યો જોરદાર ડાન્સ, Videoએ મચાવી ધુમ

યુઝવેન્દ્ર ચહલની મંગેતરે મમ્મીની સાથે કર્યો જોરદાર ડાન્સ, Videoએ મચાવી ધુમ

 | 9:16 am IST
  • Share

ભારતના પ્રખ્યાત ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Cricketer Yuzvendra Chahal)ની મંગેતર ધનાશ્રી વર્મા (Dhanashri Verma) આજકાલ ડાન્સ કરીને ભારે ચર્ચામાં છે. તેના ડાન્સ વીડિયો (Dance Video) હંમેશા સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ડાન્સ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યા છે. ધનાશ્રી વર્માનો એક વીડિયો લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેમાં તે તેની માતા સાથે, માધુરી દીક્ષિતના ગીત ‘બડી મુશ્કિલ’ પર ડાન્સ કરી રહી છે. આ વીડિયો ધનાશ્રી વર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ધનાશ્રી વર્માનો આ વીડિયો અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં ડાન્સ કરતી વખતે, માતા અને પુત્રી બંનેની સ્ટાઇલ ખૂબ જ સુંદર લાગે છે. વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલની મંગેતર પિંક સૂટમાં જોવા મળી રહી છે. 

ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે પોતાના ડાન્સથી જબરદસ્ત ઓળખ પણ બનાવી છે. ધનાશ્રીના ઇન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ છે, યુટ્યુબ પર પણ તેના ઘણા સબ્સ્ક્રાઇબર્સ છે. તાજેતરમાં ધનાશ્રી વર્માએ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તો તમે પણ જુઓ આ અનોખો અંદાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન