Everyone Praising Yuzvendra Chahal's Sportsmanship Against Pak Match
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-પાક. મેચ દરમિયાન ચહલે કર્યું કંઇક એવું કે ફેન્સ કરી રહ્યા છે સલામ

ભારત-પાક. મેચ દરમિયાન ચહલે કર્યું કંઇક એવું કે ફેન્સ કરી રહ્યા છે સલામ

 | 5:51 pm IST

ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એશિયા કપનાં ગ્રુપ-એની મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે પરાજય આપ્યો હતો. મેચ દરમિયાન બંને દેશનાં ખેલાડીઓ વચ્ચે ખેલભાવના જોવા મળી હતી. ફેન્સ પણ બંને દેશનાં ખેલાડીઓની પ્રશંસા કરી રહ્યા છે. પાકિસ્તાનની બેટિંગ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે કંઇક એવું કર્યું કે લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે.

પાકિસ્તાનનો દાવ તેના અંતિમ પડાવ પર હતો ત્યારે ઉસ્માન ખાન અને મોહમ્મદ આમિર ક્રિઝ પર હતા. ત્યારે ઉસ્માન ખાનનાં બૂટની દોરી ખુલી ગઈ હતી. જે બાંધવા માટે યુઝવેન્દ્ર ચહલ નીચે ઝુક્યો હતો. ચહલે ઉસ્માનનાં પગની દોરી બાંધી હતી.

ઉલ્લેખનીય છે કે આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પાકિસ્તાન 162 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતુ, જેના જવાબમાં ભારતે 2 વિકેટે આ લક્ષ્ય પાર પાડ્યું હતુ અને 8 વિકેટે વિજય મેળવ્યો હતો.

સોશિયલ મીડિયા પર ફેન્સ યુઝવેન્દ્ર ચહલની પ્રશંસા કરી રહ્યા છે અને તેની ખેલભાવનાને સલામ કરી રહ્યા છે.