Yuzvendra Chahal Practice Video Viral, People Say- Now Marriage Will Cancel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પ્રેક્ટિસ દરમિયાન ચહલને એવી જગ્યાએ વાગ્યો બોલ, લોકો કહેવા લાગ્યા- હવે લગ્ન કેન્સલ

પ્રેક્ટિસ દરમિયાન ચહલને એવી જગ્યાએ વાગ્યો બોલ, લોકો કહેવા લાગ્યા- હવે લગ્ન કેન્સલ

 | 8:55 am IST

19 સપ્ટેમ્બરથી યુએઈમાં આઈપીએલનો આગાજ થવાનો છે. અને કોરોના કાળમાં પણ આઈપીએલનો ખિતાબ જીતવા માટે દરેક ટીમ ભારે મહેનત કરીને પ્રેક્ટિસમાં પસીનો વહાવી રહી છે. આઈપીએલની પહેલી મેચ ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થવાની છે. આઈપીએલની તડામાર તૈયારીઓ કરતાં દરેક ટીમનાં ખેલાડીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. તેવામાં ચહલને પ્રેક્ટિસ દરમિયાન બોલ વાગતાં લોકોએ સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડાવી હતી.

 

View this post on Instagram

 

@yuzi_chahal23 😂😂

A post shared by Middle stump Cricket (@middle.stump.cric) on

યુઝવેન્દ્ર ચહલે યુએઈ જતાં પહેલાં પોતાની સગાઈની જાહેરાત કરી હતી. અને બાદમાં યુએઈ પહોંચીને ક્વોરન્ટીન સમય પૂરો કરી તે પ્રેક્ટિસ માટે મેદાનમાં પરત ફર્યો હતો. પણ આરસીબીના ડીવિલયર્સ સાથે પ્રેક્ટિસ દરમિયાન ચહલને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. બધા સાથી ક્રિકેટર્સની મજાક ઉડવાતાં ચહલના આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં લોકોએ તેની મજાક ઉડાવી લીધી હતી.

પ્રેક્ટિસ દરમિયાન પણ મજાકિયા અંદાજમાં રહેલાં ડીવિલિયર્સ અને ચહલ કેચિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેવામાં મજાક મજાકમાં એબીડીએ ટેનિસ રેકેટ વડે જોરથી શોટ માર્યો હતો. પણ ચહલ સમયસર કેચ પકડી શક્યો ન હતો અને બોલ તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો. જે બાદ તે ગ્રાઉન્ડ પર જ સૂઈ ગયો હતો. આ જોઈ સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું કે, હવે તેનાં લગ્ન કેન્સલ.

આ વીડિયો પણ જુઓઃ સરદાર સરોવર નર્મદા ડેમને છલોછલ ભરીને PM મોદીને જન્મદિનની ભેટ આપશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન