'જાફરાની પુલાવ' બનાવો આ રીતે ઘરે, ખાવાની આવશે જોરદાર મજા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ‘જાફરાની પુલાવ’ બનાવો આ રીતે ઘરે, ખાવાની આવશે જોરદાર મજા

‘જાફરાની પુલાવ’ બનાવો આ રીતે ઘરે, ખાવાની આવશે જોરદાર મજા

 | 6:12 pm IST

સામગ્રી
બે કપ બાસમતી ચોખા
૨૦ બદામ
૧૨ કાજુ
ચાર ચમચા ઘી
૧૫થી ૨૦ તાંતણા કેસર
પા ચમચી
જાયફળનો પાઉડર
પા ચમચી એલચીનો પાઉડર
પા કપ દૂધ
અડધો કપ સાકર
૨૦થી ૨૫ કિસમિસ

રીત
સૌ પ્રથમ ચોખાને બે વાર ધોઈને અડધો કલાક પલાળી રાખો. ત્યારબાદ નિતારીને અલગ રાખો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. એમાં બદામ, કાજુ અને કિસમિસને સાંતળી લો. સાંતળ્યા બાદ એને બહાર કાઢીને અલગ રાખો. એ ઠંડા થાય એટલે બદામ અને કાજુને બે ટુકડામાં સમારી લો. હવે જે ઘીમાં કાજુ અને બદામ તળ્યાં હતાં એ જ પેનમાં પલાળેલા ચોખા ઉમેરીને બેથી ત્રણ મિનિટ સાંતળો. ત્યારબાદ એમાં એલચી અને જાયફળનો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી એમાં સાકર, કેસરના તાંતણા અને દૂધ મિક્સ કરો. અડધો કપ ગરમ પાણી એમાં મિક્સ કરો. હવે કિસમિસ ઉમેરીને હલાવો અને ઢાંકીને ધીમા તાપે ચોખા રંધાઈ જાય ત્યાં સુધી ચડવા દો. ભાત ચડી જાય એટલે ગેસ બંધ કરીને પાંચ મિનિટ એ જ રીતે ઢાંકીને રહેવા દો. એને સર્વિંગ પ્લેટમાં કાઢી તળેલા કાજુ અને બદામના ટુકડાથી સજાવો અને ગરમ-ગરમ સર્વ કરો.