The Sky Is Pink Trailer: Priyanka Chopra, Farhan Akhtar's Love Story
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઝાયરા બોલિવૂડને બાય બાય કહેતી ગઈ અને પ્રિયંકા ચોપરાનાં ઘરમાં દરાર પાડતી ગઈ!

ઝાયરા બોલિવૂડને બાય બાય કહેતી ગઈ અને પ્રિયંકા ચોપરાનાં ઘરમાં દરાર પાડતી ગઈ!

 | 5:29 pm IST

ઝાયરા વસીમ અને પ્રિયંકા ચોપરા એવા બે પાત્રોનાં કારણે જે ફિલ્મ ચર્મા હતી એ ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનું ટ્રેલર આવી ગયું છે અને આવતા વેત જ ઝાયરાના વલણને લઇ સોશિયલ મીડિયા પર લોકો અવનવા રિએક્શન આપી રહ્યા છે. લાંબા સમય બાદ પ્રિયંકા ચોપડા પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર, રોહિત શરકફ પણ લીડ રોલમાં છે. પરંતુ ફિલ્મમાં જોવા મલી રહેલી ઝાયરા વસીમને જોઇને ફેન્સ ખુશ થવાની જગ્યાએ ખૂબ નારાજ થયા છે.

એવી ચર્ચા ચાલી રહી છે કે ધર્મને આધાર બનાવીને ફિલ્મોથી દૂર રહેવાની જાહેરાત કરી ચુકેલી ઝાયરા વસીમ ધ સ્કાઇ ઇઝ પિંકના પ્રીમિયરમાં સામેલ થઇ શકે છે. જો કે હજુ સુધી એની કોઈ પાક્કી માહિતી મળી નથી. ઝાયરાનું સ્થાન અને એની ધાર્મિક ઓળખને ટાર્ગેટ કરીને તેનાં પર કોમેન્ટો કરવામાં આવી રહી છે.

ટ્રોલ કરતા એકે લખ્યું કે આ એ જ ઝાયરા વસીમ છે જે અલ્લાહના નામ પર ફિલ્મોથી દૂર જવાની વાત કરી રહી હતી. હવે એ પરત આવી છે. આ બધું શું પબ્લિસિટી સ્ટંટ હતું, હવે ક્યાં ગયો ઝાયરા વસીમનો ઇસ્લામ.’ તો વળી એક યૂઝરે કહ્યું, ‘હું તો ધ સ્કાઇ ઇઝ પિંક ફિલ્મ જોવા નહીં જઉં. કારણ કે આ ફિલ્મમાં ઝાયરા વસીમ છે. શું તમે લોકો ઝાયરાને જોવા જઇ રહ્યા છો?’

જો કે 2 દિવસ પહેલા પણ જ્યારે ઝાયરાએ ‘ધ સ્કાઇ ઇઝ પિંક’ ના શૂટિંગ દરમિયાનના એક ફોટોમાં જોવા મળી તો ત્યારે પણ લોકોએ બીચ પર જોઈને ઝાયરાને ટ્રોલ કરી હતી.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી 24 કલાક ભારે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન