Zakir Naik should be sent back to India : M. Kulasegaran
  • Home
  • World
  • હવે ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકીર નાઈકનો વારો, ખુદ મલેશિયાના મંત્રીએ કરી મોટી માંગણી

હવે ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકીર નાઈકનો વારો, ખુદ મલેશિયાના મંત્રીએ કરી મોટી માંગણી

 | 7:52 pm IST

મલેશિયાના હિંદુઓની વફાદારી પર સવાલ ઉઠાવવા માટે ભારતના મોસ્ટ વોન્ટેડ અને વિવાદાસ્પદ પ્રચારક ઝાકીર નાઇક સામે પગલાં લેવા મલેશિયાના માનવ સંસાધન મંત્રીએ માગ કરી છે. તાજેતરમાં જ ઝાકીર નાઇકને મલેશિયામાં કાયમી વસવાટની પરવાનગી આપવામાં આવી હતી.

મલેશિયાના માનવ સંસાધન મંત્રી એમ. કુલસેગરન ગઠબંધન સરકારના સૌથી વરિષ્ઠ હિંદુ રાજનેતા છે. તેમણે જણાવ્યું હતું કે, ઝાકીર નાઇકનું વર્તન મલેશિયામાં કાયમી વસવાટની પરવાનગીના દરજ્જા માટે યોગ્ય નથી. તેથી હવે આ મામલાની રજૂઆત કેબિનેટની બેઠકમાં કરાશે. હવે સમય આવી ગયો છે કે આ વિદેશી ભાગેડુ મલેશિયા છોડી જાય અને ભારતમાં આતંકવાદ અને મની લોન્ડરિંગના કેસોનો સામનો કરે. આ પહેલાં પણ કુલસેગરન ઝાકીર નાઇકની ટીકા કરી ચૂક્યા છે. જુલાઈ 2018માં મલેશિયન કેબિનેટની બેઠકમાં તેમણે ઝાકીર નાઇકનો મામલો ઉઠાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, મલેશિયાના હિંદુઓની વફાદારી પર સવાલ ઉઠાવવા અને દેશના વિવિધતાસભર સમાજમાં વિવાદ સર્જવા માટે ઝાકીર નાઇક સામે પગલાં લેવામાં આવે. ઝાકીર નાઇક વિદેશી અને ભાગેડુ છે. તેમને મલેશિયાના ઇતિહાસ અંગે કોઈ જાણકારી નથી. મલેશિયાના નાગરિકોનું અપમાન કરતા નાઇકને વિશેષાધિકાર આપવા જોઈએ નહીં. શું ઝાકીર નાઇક મલેશિયાના વિવિધતાસભર સમાજમાં ભાગલા પડાવવાના પ્રયાસ કરી રહ્યા છે? જેથી તેઓ મુસ્લિમ સમુદાયનું સમર્થન હાંસલ કરી મલેશિયામાં સારી રીતે રહી શકે?

મલેશિયાના હિંદુઓ નરેન્દ્ર મોદીને વધારે વફાદાર છે : ઝાકીર નાઇક

વિવાદાસ્પદ ઇસ્લામિક પ્રચારક ઝાકીર નાઇકે તાજેતરમાં જણાવ્યું હતું કે, મલેશિયાના હિંદુઓ તેમના દેશના વડા પ્રધાન કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વધુ વફાદાર છે. નાઇકે મલેશિયાના હિંદુઓની સરખામણી ભારતના મુસ્લિમો સાથે કરતાં જણાવ્યું હતું કે, હિંદુઓને મલેશિયામાં 100 ટકા અધિકાર અપાયા છે. તેમ છતાં તેઓ મલેશિયાના વડા પ્રધાન મહાતીર કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વધુ વફાદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન