zareen khan dance actress celebrates 9 million followers of instagram
  • Home
  • Featured
  • VIDEO: એક ખુશીના સમાચાર સાંભળી પેરિસના રસ્તાઓ વચ્ચે કૂદકા મારીને નાચવા લાગી ઝરીન ખાન

VIDEO: એક ખુશીના સમાચાર સાંભળી પેરિસના રસ્તાઓ વચ્ચે કૂદકા મારીને નાચવા લાગી ઝરીન ખાન

 | 8:03 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ત્યાં તેના ફોટા, વીડિયો શેર કરતી રહે છે અને સોશિયલ મીડિયા પર તે ખૂબ વાયરલ થતાં હોય છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોલોઅર્સની સંખ્યા હવે 9 કરોડને વટાવી ગઈ છે. આ ખુશીમાં ઝરીન ખાન પણ પેરિસની શેરીઓમાં નાચતી જોવા મળી હતી. ઝરીન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો બધો ચર્ચા જગાવી રહ્યો છે, જેને ખુદ અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોમાં ઝરીન ખાન ડાન્સ કરી રહી છે અને એમાં પણ તેની સ્ટાઇલ જોવા જેવી છે.

વીડિયોમાં ઝરીન ખાન બ્લેક એન્ડ વ્હાઇટ ટોપ અને સાથે બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર 9 મિલિયન ફોલોઅર્સ થવાના આનંદમાં ઝૂમતી જોવા મળે છે. ચાહકો પણ આ અભિનેત્રીના વીડિયો વિશે ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. ઝરીન ખાનનો આ વીડિયો અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આને શેર કરતાં અભિનેત્રીએ લખ્યું કે, “મારા 9 મિલિયન ઇન્સ્ટા પરિવારની ઉજવણી. તમારા પ્રેમ માટે તમારો ખુબ ખુબ આભાર. આ જ રીતે પ્રેમ આપવાનું ચાલુ રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન