zareen khan making bubbles while sitting on window video viral
  • Home
  • Featured
  • નવરી ધૂપ એકટ્રેસ ઝરીન ખાનને યાદ આવ્યુ બચપન, બારીમાં બેસી કરવા લાગી આ કામ, Video

નવરી ધૂપ એકટ્રેસ ઝરીન ખાનને યાદ આવ્યુ બચપન, બારીમાં બેસી કરવા લાગી આ કામ, Video

 | 10:27 am IST

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલ અભિનેત્રી ઘરે રહીને પણ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે સતત જોડાયેલ રહે છે. હાલમાં જ ઝરીન ખાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં અભિનેત્રી મસ્તીના મૂડમાં છે બચપનની યાદોને તાજી કરતી પરપોટા બનાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી વરસાદી વાતાવરણની મજા માણી રહી છે. આ વીડિયો ઝરીન ખાને તેના ઈન્સ્ટાગ્રામ કાઉન્ટ પરથી શેર કર્યો છે. દર્શકોને આ વીડિયો ખુબજ પસંદ પડી રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી ઝરીન ખાન બારી પર બેસીને પરપોટા બનાવી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

વીડિયો શેર કરતા ઝરીન ખાને કેપ્શનમાં લખ્યું કે, “સુખ એ મનની સ્થિતિ છે.” તમને જણાવી દઈએ કે, આ પહેલા ઝરીન ખાનનો બીજો વીડિયો વાયરલ થયો હતો, આ વીડિયોમાં અભિનેત્રી ગુસ્સે ભરાયેલી હરિયાણવી ભાષા બોલતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન