zarina said kangana was dating my husband how can i say my daughter
  • Home
  • Entertainment
  • Bollywood
  • કંગના મારા પતિને સાડા ચાર વર્ષ સુધી ડેટ કરતી રહી અને હવે હું એને દીકરી કહું?- જરીના

કંગના મારા પતિને સાડા ચાર વર્ષ સુધી ડેટ કરતી રહી અને હવે હું એને દીકરી કહું?- જરીના

 | 4:49 pm IST

આદિત્ય પંચોલીની પત્ની જરીના વહાબ ફરી એકવખત પતિનાં બચાવમાં મેદાને ઉતરી છે. કંગના રનૌતે આદિત્ય પર જે આરોપો લગાવ્યા છે એને જરીનાએ પાયા વિહોણા ગણાવ્યાં છે. જરીનાનું કહેવું છે કે, હું આદિત્યને બાકીના લોકો કરતા વધુ સારી રીતે જાણું છું. કોઈ રેપનો આરોપ એ વ્યક્તિ પર કેવી રીતે લગાવી શકે કે જેમનાં સાથે તે લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યું હોય.

જરીનાએ આપેલા એક ઈન્ટરવ્યુમાં આદિત્ય પર લગાવેલા કંગનાના આરોપો પર ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ સાથે તમારો સંબંધ પુરો થઈ ગયો હોય અને એ માણસ આગળ વધી ગયો હોય તો શું તમે એના પર શોષણનો આરોપ લગાડી દેશો. સાથે જ જરીનાએ કહ્યું કે, હું આદિત્યને સારી રીતે ઓળખું છું. મને ખબર છે કે શું થયું હતું પરંતુ મને આદિત્યએ કંઈ જ ખોટુ નથી કહ્યું.

આગળ જરીનાએ કહ્યું કે, એ મારા પતિને સાડા ચાર વર્ષ સુધી ડેટ કરતી રહી અને હું કેવી રીતે માની લઉં કે કંગના મારી દિકરી જેવી છે. ઉલ્લેખનીય છે કે 2017માં કંગનાએ ફિલ્મ સિમરન દરમિયાન આદિત્ય પંચોળી પર શોષણનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કંગનાએ મુંબઈ વર્સોવા પોલીસને મેઈલ મોકલીને તેમાં 13 વર્ષ પહેલા થયેલી મારપીટ અને શોષણનો ઉલ્લેખ કર્યો છે. તો આ તરફ આદિત્ય પંચોળીએ પણ કંગના વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન