Zeeshan Ayyub shares Video of Father makes his Daughter Laughing between Bombarding in Syria
  • Home
  • Videos
  • Featured Videos
  • આને કહેવાય સાચો પિતા, બોમ્બ વિસ્ફોટો વચ્ચે પણ દિકરી માટે અદા કરી પોતાની ફરજ… Video

આને કહેવાય સાચો પિતા, બોમ્બ વિસ્ફોટો વચ્ચે પણ દિકરી માટે અદા કરી પોતાની ફરજ… Video

 | 7:18 pm IST

બોલિવૂડ અભિનેતા ઝીશાન અયૂબ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ નજરે પડે છે. તે પોતાના ટ્વિટ દ્વારા સમસામયિક મુદ્દો પર પોતાનો મત વ્યક્ત કરે છે, સાથે જ અનેક મુદ્દે કટાક્ષ પણ સાધે છે. તાજેતરમાં જ ઝીશાન અયૂબે એક વીડિયો શેર કર્યો છે, જેને જોતા જ ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય તેવો છે. ઝીશાન અય્યૂબ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો યુદ્ધગ્રસ્ત દેશ સીરિયાનો છે જ્યાં એક પિતા બોમ્બ વિસ્ફોટો વચ્ચે ગમે ત્યારે જીવનનો અંત આવી જાય તેવી સ્થિતિ વચ્ચે પણ બાળકીને ખિલખિલાટ હસાવી રહ્યાં છે. ઝીશાન દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા જગાવી રહ્યો છે.

ઝીશાને આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, આ કાળજુ કંપાવનારી બાબત છે. જ્યારે તમે તેને સાંભળશો. વીડિયોમાં પોતા તેની બાળકીને કંઈક કહેતા રહે છે અને જેવો જોઈ ધમાકો થાય છે, બાળકી જોર જોરથી હસવા લાગે છે. બાળકીના પિતાએ આમ એટલા માટે કર્યું જેથી તે સીરિયામાં થઈ રહેલા બોમ્બ વિસ્ફોટોથી ડરે નહીં. આ વીડિયોમાં રહેલી બાળકીની ક્યૂટનેસ સૌકોઈને ખુબ જ પસંદ પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન