એક વખત ચાર્જ કર્યા બાદ આ બાઇક દોડશે 250 કિલોમીટર, જાણો તેના ફીચર્સ અંગે - Sandesh
  • Home
  • Business
  • એક વખત ચાર્જ કર્યા બાદ આ બાઇક દોડશે 250 કિલોમીટર, જાણો તેના ફીચર્સ અંગે

એક વખત ચાર્જ કર્યા બાદ આ બાઇક દોડશે 250 કિલોમીટર, જાણો તેના ફીચર્સ અંગે

 | 10:38 am IST

ઇલેક્ટ્રીક મોટરસાઇકલ નિર્માતા કંપની ઝીરોએ પોતાની એક નવી ટૂરિંગ બાઇક ઝીરો DSR બ્લેક ફોરેસ્ટ એડિશનને રજૂ કર્યુ છે. આ બાઇક તમામ ઇલેક્ટ્રીક ડ્યૂલ સ્પોટ બાઇક્સમાં સૌથી વધારે રેન્જવાળી બાઇક છે. કંપનીએ કહ્યું છે કે, આ નવી બાઇકનું નિર્માણ ગ્રાહકો અને ઇલેક્ટ્રીક બાઇક ચલાવનારા શોખીન લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામા આવ્યુ છે. જોકે અત્યારે આ બાઇકની કિંમતને લઇ કોઇ જાણકારી આપવામાં આવી નથી અને આશા કરવામાં આવી રહી છે કે, આ બાઇક એપ્રિલ 2018 સુધીમાં યૂરોપની ડિલરશિપ પર જોવા મળે.

પાવર: કંપનીએ આ બાઇક પર 14.4 kwh ની બેટરી લગાવી છે દે કુલ 146 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ જણાવ્યું છે કે, બાઇકને એક વખત ચાર્ઝ કર્યા બાદ શહેરનાં રસ્તાઓ પર 250 કિલોમીટર ચલાવી શકાય છે, ત્યાં જ હાઇવે પર તેને 120 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.

ચાર્ઝિંગ: કંપનીએ આ બાઇકને ફાસ્ટ ચાર્ઝિંગ સિસ્ટમથી લેસ કરી છે અને તેને 1 કલાકથી પણ ઓછા સમયમાં ફુલ ચાર્ઝ કરી શકાય છે. જેમા લગાડવામાં આવેલી બેટરી ઇ-બાઇક્સમા લગાવવામાં આવેલી સૌથી દમદાર અને લાંબો પ્રવાસ ખેડનાર બેટરી છે. આ સિવાય ઝીરો DSR બ્લેક ફોરેસ્ટ એડિશન સાથે એસેસરીઝની સમગ્ર રેન્જ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે. જેમા હાર્ડ કેર પેનિયર્સ અને ટોપ બોક્સ, ટૂરિંગ સ્ક્રિન, આરામદાયક સીટ અને ક્રશ બાર શામેલ છે. ત્યાં જ ઓફ રોડ રાઇડીંગ માટે બાઇકમાં ઓગઝીલરી લાઇટ્સ અને હેડલાઇટ પ્રોટેક્ટ પણ આપવામાં આવી છે.