નહીં ઝીરો કે ઓવર ફિગર,   બની જશો તમે જ તમારા  ડિયર - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • નહીં ઝીરો કે ઓવર ફિગર,   બની જશો તમે જ તમારા  ડિયર

નહીં ઝીરો કે ઓવર ફિગર,   બની જશો તમે જ તમારા  ડિયર

 | 2:43 pm IST

ફીલગુડ ન્યૂરોએક્ટિવ સ્ટિરોઇડનું નીચું પ્રમાણ રહેતાં દુબળી-પાતળી કે મેદસ્વી મહિલાઓના મિજાજમાં અવ્યવસ્થા સર્જાતાં ડિપ્રેશન અને ચિંતાશીલ સ્વભાવ બનવાનું જોખમ વધી જતું હોય છે. એલોપ્રેગ્નાનોલોન કે પછી એલો તરીકે આળખાતું ન્યૂરો સ્ટિરોઇડ તે એક પ્રકારના ખાસ ફીમેલ હોર્મોનનો ભાગ છે.

હકારાત્મક મિજાજ કે પછી સુખની અનુભૂતિની સ્થિતિમાં એલો પ્રભાવશાળી બને છે. રાબેતા મુજબના સંજોગોને બદલે ચિંતાજનક સ્થિતિઓમાં લોહીમાં એલોનું પ્રમાણ ૫૦ ટકા જેટલું ઘટી જતું હોય છે, તે જ પ્રમાણે સામાન્યવત્ વજન ધરવતી મહિલાને મુકાબલે મેદસ્વી મહિલાના કિસ્સામાં એલોનું લોહીમાં પ્રમાણ ૬૦ ટકા જેટલું ઓછું હોય છે. સંશોધકોનું કહેવું છે કે લોહીમાં એલોનું ઓછું પ્રમાણ ડિપ્રેશન લાવે છે. મહિલાઓમાં ડિપ્રશનનું પ્રમાણ વધુ જોવા મળે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના જણાવ્યા મુજબ વજન ખૂબ ઓછું કે ખૂબ વધારે હોય તેવા કિસ્સામાં ડિપ્રેશન થવાની શક્યતા વધી જાય છે.

સંશોધકોએ ખાસ કરીને લોહીમાં એલોના પ્રમાણ અને ડિપ્રેશન, ચિંતાના પ્રમાણ વચ્ચેના સંબંધને જાણવા પ્રવાસ કર્યો હતો. દુબળી-પાતળી અને મેદસ્વી એમ બંને જૂથની મહિલાઓના કિસ્સામાં એલો હોર્મોનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પ્રોગેસ્ટેરોનને એલોમાં તબદીલ કરતા એન્ઝાઇમ્સ બરોબર કામ ના કરવાને કારણે મિજાજમાં દુર્બળતા આવે છે. સંશોધકોએ આ દિશામાં પ્રયોેગ કરવા માટે સામાન્ય કરતાં ઓછું વજન ધરાવતી મહિલાઓ, જેમને માસિકધર્મ બંધ થઈ ગયો હોય તેવી મહિલા તેમજ મેદસ્વી મહિલાઓનાં જૂથોની પસંદગી કરી હતી. તે પછી લોહીમાં એલોનું પ્રમાણ વધારનારાં ઔષધો તેમને આપવામાં આવ્યાં હતાં. આશા સેવાઈ રહી છે કે હોર્મોનની આ વિસંગતા વિષે જાગ્રતિ વધશે અને તેની ઉપચારપદ્ધતિઓ શોધાશે.