zimbabwe-bus-accident-47-dead
  • Home
  • Featured
  • ઝિમ્બાબ્વેમાં ગમખ્વાર રોડ અકસ્માત, 47ના મોત

ઝિમ્બાબ્વેમાં ગમખ્વાર રોડ અકસ્માત, 47ના મોત

 | 2:25 pm IST

ઝિમ્બાબ્વેમાં આજે નવા વર્ષે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં 47 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માત દેશના દક્ષિણપૂર્વમાં બે બસો સામ-સામે ટકરાવવાથી થયો છે. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત મનિકાલેન્ડ પ્રાંત નજીક રુસપેની નજીક થયો હતો, જે રાજધાની હરારેથી 156 કિલોમીટર દૂર છે.

આ અકસ્માતમાં કુલ 47 લોકોના મોત નિપજ્યા છે, મૃતકોમાં 45 પુખ્ત વયના અને 2 બાળકો સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ ઘટનામાં એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં 47 લોકોના મોત નિપજ્યા છે, સાથે ઘણા યાત્રીઓ ઘાયલ થયા છે. જો કે, તેમણે ઘટનાનું કારણ વિશે કોઇ ટિપ્પણી કરી નહોતી. તેમને બસ એટલું કહ્યું કે, હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.