ziva dhoni gives rishabh pant lessons on hindi vowels
  • Home
  • Featured
  • VIDEO: જીવાએ ઋષભ પંતને કાલી ઘેલી ભાષામાં હિંદી શીખવ્યું, ખોટુ પડતા લીધો ક્લાસ

VIDEO: જીવાએ ઋષભ પંતને કાલી ઘેલી ભાષામાં હિંદી શીખવ્યું, ખોટુ પડતા લીધો ક્લાસ

 | 4:50 pm IST

IPLની ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીની પુત્રી જીવા એક સેલિબ્રિટી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી મતદાનની અપીલ કરી હતી જે ભારે ચર્ચાયો હતો. જીવાનો એક નવો વીડિયો હાલ ફરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વિકેટકિપર ઋષભ પંતને હિંદીના વોવેલ શિખવી રહી છે જીવા.

પંતને જ્યારે સરખુ આવડતું નથી તેવુ લાગ્યુ તો જીવાએ કહ્યુ કે એ ક્યા ગયો? ફરી માસુમ અંદાજમાં સમજાવવા લાગી બોલો અ,આ,ઈ,ઈ …. પંતે કહ્યુ થેક્યુ. મજાક કરતા કહ્યુ મને યાદ નથી રહેતુ તો જીવાએ ઠપકો આપી કહ્યુ ધ્યાન ક્યાં છે તમારૂ. જીવાએ કહ્યુ તો ચલો ફરી શરૂ કરીએ.

તમે પણ જુઓ આ વીડિયો જેમાં માસુમ જીવાને લાગી રહ્યુ છે કે તે ખરેખર ઋષભને પાઠ ભણાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન