Ziva Dhoni Teaches how to wear Cap to Dwayne Bravo
  • Home
  • Videos
  • Featured Videos
  • ધોનીની દીકરી ઝીવાનો વધુ એક ક્યૂટ વીડિયો વાયરલ, બ્રાવોને આપી આ શીખામણ

ધોનીની દીકરી ઝીવાનો વધુ એક ક્યૂટ વીડિયો વાયરલ, બ્રાવોને આપી આ શીખામણ

 | 8:57 pm IST

મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીની દીકરી ઝીવા તેના મોહક અને સુપર ક્યૂટ લૂકના કારણે સોશિયલ મીડિયા પર લોકોને ઘણી પસંદ આવે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની મેચો દરમિયાન ચાર વર્ષની માસૂમ ઝીવા ઘણી વખત તેની માતા સાથે દેખાય છે. તેઓ એકમાત્ર એવી સ્ટાર કીડ્સ છે જે ચેન્નઈ સુપર કિંગ્સ(સીએસકે)ના લગભગ દરેક મેચ દરમિયાન ટીવી પર દેખાય છે.

રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(કેકેઆર) અને ચેન્નઈ(સીએસકે) વચ્ચે મેચ થઈ હતી જેમાં સીએસકે જીત હાંસલ કરી હતી. મેચ બાદ ઝીવા મેદાન પર આવે છે અને ડેરેન બ્રાવોને ટોપી પહેરવાની યોગ્ય રીત શીખવાડે છે. ઉપરાંત ઝીવા ઇમરાન તાહિરને ‘ગેમ ચેંજર એવોર્ડ’ પણ આપે છે. ઝીવાની આ બધી ક્યૂટ અને માસૂમ ક્ષણો કેમેરામાં કેદ થઈ છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યો છે અને ઝીવાના ક્યૂટ અંદાજને પણ વખાણી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન