Ziva Dhoni Teaching Dance To MS Dhoni
  • Home
  • Featured
  • ધોનીની ડાન્સ ટ્રેનર બની તેની દીકરી ઝિવા, જોઇ લો કોણ છે સારું ડાન્સર

ધોનીની ડાન્સ ટ્રેનર બની તેની દીકરી ઝિવા, જોઇ લો કોણ છે સારું ડાન્સર

 | 2:18 pm IST

મહેન્દ્ર સિંહ ધોની અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. મેદાનથી દૂર માહી પોતાના પરિવાર સાથે નવરાશની પળો માણી રહ્યો છે. તાજેતરમાં ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે પોતાની દીકરી ઝિવા સાથે ડાન્સ કરી રહ્યો છે. વિડીયોમાં ઝિવા પોતાના પિતા ધોનીને ડાન્સ સ્ટેપ્સ શીખવતી જોવા મળી રહી છે. જે રીતે ઝિવા ડાન્સ કરી રહી છે, ધોની તેની નકલ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો સાક્ષી ધોનીએ રેકોર્ડ કર્યો હતો.

ધોની ઝિવાનાં ડાન્સની નકલ કરી રહ્યો છે, પરંતુ તેમ છતા તે ઝિવાની જેવો ડાન્સ કરી શકતો નથી. ફેન્સ ઝિવાને ધોની કરતા સારી ડાન્સર કહી રહ્યા છે. આ વિડીયોને ધોનીનાં ફેન્સ ઘણો જ પસંદ કરી રહ્યા છે. આ વિડીયોને અત્યાર સુધી 4 લાખ લાઇક મળી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન