આ 4 રાશિઓ ઉપર સૌથી વધારે પડે છે અમાસનો પ્રભાવ - Sandesh
  • Home
  • Astrology
  • આ 4 રાશિઓ ઉપર સૌથી વધારે પડે છે અમાસનો પ્રભાવ

આ 4 રાશિઓ ઉપર સૌથી વધારે પડે છે અમાસનો પ્રભાવ

 | 1:50 pm IST

અમાસ વિશે કહેવામાં આવે છે કે તેનાથી એક ચક્રનો અંત થઈ જાય છે અને બીજી ચક્ર આરંભ થાય છે. આ ગોચર દરમિયાન ઘણી પ્રકારની સકારાત્મક ઉર્જા અને શક્તિઓ મળે છે, જે કંઈક અલગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યોતિષાચાર્યો અનુસાર, 13 જૂને ચંદ્રમા મિથુનમાં ગોચર કરવાનો છે અને તે સુપરમૂન પણ થવાનું છે. તેનો મતલબ એવો છે કે તેનો પ્રભાવ સૌથી વધારે હશે. ચંદ્ર ઘટનાનો પ્રભાવ દરેક વ્યક્તિ ઉપર પડે છે પરંતુ આ વખતે અમાસનો ચાંદ ચાર રાશિઓને સૌથી વધુ પ્રભાવિત કરવાનો છે. તો જાણો આ રાશિઓમાં કોનો સમાવેશ થાય છે.

મિથુન: ચંદ્ર મિથુન રાશિમાં આવી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે મિથુન રાશિ પર તેનો પ્રભાવ સૌથી વધારે પડશે. તમારે તમારા મનની વાત સાંભળવી જોઈએ અને રિલેશનશિપ, કામ અને અન્ય મામલાઓમાં બીજાની સલાહ લઈ શકો છો. આ ગોચરની સૌથી વધુ અસર મિથુન રાશિ ઉપર પડશે. બીજી બાજુ કોઈ જૂના કામ અથવા તો પ્રોજેક્ટને ખતમ કરવાનો સારો સમય છે. નવું કામ પણ શરૂ કરી શકો છો. અમાસમાં તમે તમારી સ્કિલ્સ અને પ્રતિભાને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકશો.

કન્યા: કન્યા રાશિના જાતકોના કરિયરમાં કોઈ સકારાત્મક ફેરફાર આવી શકે છે. આ ગોચર દરમિયાન તમારા કરિયરમાં ઘણા નવા અવસર મળી શકે છે અને આ સમય તમને એક નવી દિશા આપશે. જ્યારે બીજી બાજુ, વેપારીઓને અચાનક સફળતા અને લોકપ્રયિતા મળી શકે છે. આ સમય તમારા કરિયર પર ધ્યાન આપવા માટે શ્રેષ્ઠ છે.

ધનુ: આ રાશિના જાતક મિથુન રાશિના લોકો કરતા બિલકુલ અલગ હોય છે. ખાસ કરીને સંબંધોને લઈને. સંબંધમાં આ રાશિના લોકો સિંગલ, આ ગોચર દરમિયાન પોતાના સંબંધોમાં ફેરફાર આવતો રહેશે. પાર્ટનર, મિત્રો અને સહકર્મીઓની સાથે ચીજોને શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરશે. ગોચર દરમિયાન તમારી રોમેન્ટિક લાઈફમાં પણ પ્રેમનો રંગ જોડાઈ શકે છે.

મીન: આ રાશિના જાતકોને ચંદ્રમાના મિથુન રાશિમાં ગોચરથી લાભ થશે. તમે ખુબ સાહસી છો અને આ ગોચર દરમિયાન તમારા મનમાં છૂપાયેલા ડરને દૂર કરે છે. તમારી અંદર છૂપાયેલા ડરને દૂર કરીને આગળ વધવાનો આ શ્રેષ્ઠ સંબંધ છે. તમારા વિચારોમાં થોડી સકારાત્મક ફેરફાર લાવવાની જરૂરત છે. જ્યારે બીજી બાજુ, તમે તમારા જીવનમાં આવેલા ફેરફારને સ્વીકારી શકશો નહીં. 13 જૂનની આસપાસ પોતાના પરિવાર અને ઘરના મુદ્દાઓને ઉકેલી શકો છો.