ગેઇમ્સ ઝોન : ઝોમ્બીસની નવી ગેઇમ શોટગન વર્સેસ ઝોમ્બીસ - Sandesh
  • Home
  • Kids Corner
  • ગેઇમ્સ ઝોન : ઝોમ્બીસની નવી ગેઇમ શોટગન વર્સેસ ઝોમ્બીસ

ગેઇમ્સ ઝોન : ઝોમ્બીસની નવી ગેઇમ શોટગન વર્સેસ ઝોમ્બીસ

 | 3:29 pm IST

બાળમિત્રો, આપણે આજ સુધી કેટલીય ઓનલાઇન ગેઇમ્સ રમીને જોઈ છે. શૂટિંગ ગેઇમ્સ, એક્શન ગેઇમ્સ, પઝલ ગેઇમ્સ, પરંતુ આજકાલ ઇન્ટરનેટ ઉપર ઝોમ્બીસ ગેઇમ બહુ વધારે લોકપ્રિય છે. આજે આપણે આવી જ એક ઝોમ્બી ગેઇમ વિશે વાત કરીશું, જેમાં તમારે બંદૂક વડે ઝોમ્બીઓનો ખાતમો કરવાનો રહેશે. આ ગેઇમનું નામ શોટગન વર્સેસ ઝોમ્બીસ છે. આ ગેઇમ તમે ઓનલાઇન પણ રમી શકો છો અને તેને ડાઉનલોડ પણ કરી શકો છો. જો તમે આ ગેઇમ ઓનલાઇન રમવા ઇચ્છતા હોવ તો અત્યારે જ લોગિન કરો એડિક્ટિંગ ગેઇમ્સ ડોટ કોમ નામની સાઇટ ઉપર. લોગિન કર્યા બાદ શૂટિંગ ગેઇમની પસંદગી કરી, શોટગન વર્સેસ ઝોમ્બીસ નામની ગેઇમની પસંદગી કરી આનંદ લો આ ઝોમ્બી ગેઇમનો.

આ ગેઇમમાં કુલ ૪૫ લેવલ છે. એક લેવલ પાર કર્યા બાદ જ તમે બીજા લેવલમાં પ્રવેશ મેળવી શકશો. રમવામાં તમને કદાચ આ ગેઇમ સરળ લાગશે, પરંતુ જેમ-જેમ તમે ગેઇમમાં આગળ વધતાં જશો તેમ-તેમ ગેઇમનાં લેવલ વધુ અઘરાં બનતાં જશે. આ ગેઇમમાં કોઈ સમયમર્યાદા આપવામાં નથી આવી, પરંતુ ગેઇમ રમવા માટે તમારા હાથમાં એક શોટગન આપવામાં આવી છે જેમાં અમર્યાદિત ગોળીઓ આપવામાં આવી છે. ગોળીઓ પૂરી થતાં જ ગન પોતે જ લોડ થવા લાગે છે. ઝોમ્બીને મારતી વખતે તમારે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ઝોમ્બી ક્યાંક તમને ન મારી નાખે! આ ગેઇમ માઉસ વડે નહીં પરંતુ કી-બોર્ડની કી દ્વારા રમવાની છે. ગેઇમને રમવા માટે તમારે કી-બોર્ડની એરો કીનો ઉપયોગ કરવાનો રહેશે. ઝોમ્બીને મારવા માટે એક્સ અને એલ નામની કીનો ઉપયોગ કરવાથી તમે ઝોમ્બીનો ખાતમો કરી શકશો. તેમજ સ્પેસ કી દ્વારા તમે ઝોમ્બીને જમ્પ મરાવી આગળ વધારી શકો છો. તો બાળમિત્રો, રાહ શેની જોવાની, ચાલો રમીને જુઓ આ ઝોમ્બી ગેઇમ!