Zoom App is most popular app amid business Profession in lockdown
  • Home
  • Corona live
  • લોકડાઉનમાં WhatsApp અને TikTokને પછાડી આ એપ બની પોપ્યુલર, 10 કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

લોકડાઉનમાં WhatsApp અને TikTokને પછાડી આ એપ બની પોપ્યુલર, 10 કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

 | 10:16 am IST

કોરોના વાયરસની દહેશતના કારણે 14 એપ્રિલ સુધી આખા દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે લોકો ઘરમાં રહીને પરિજનો સાથે સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન લોકો સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહેવા લાગ્યા છે. એક-બીજાથી જોડાવવા માટે અલગ-અલગ ઓપ્શન શોધી રહ્યા છે. આ સ્થિતિમાં ઝૂમ એપ(Zoom App) લોકો વચ્ચે ઘણી પોપ્યુલર થઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ હાલ ઝૂમ એપ ઇન્ડિયામાં સૌથી વધુ વખત ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે. જી હાં, આ મામલે Zoom એપ એ દિગ્ગજ સોશિયલ મીડિયા એપ વોટ્સએપ(WhatsApp) અને યુવાનો વચ્ચે પોપ્યુલર ટિકટોક(TikTok) ને પણ પછાડી દીધી છે.

શું છે Zoom App?

આપણે જણાવી દઈએ કે સિલિકોન વેલી બેસ્ડ એક સ્ટાર્ટઅપ દ્વારા બનાવવામાં આવેલ આ એપ વીડિયો કોન્ફ્રેંસિંગ એપ છે. જેમાં એક ટાઇમ પર 50 લોકો જોડાઈ શકે છે. માહિતી મુજબ હાલ માત્ર Zoom એપ છે જેના પર એક સમય વીડિયો કોન્ફરન્સ દરમિયાન એક સાથે 10થી વધુ લોકો એડ થઈ શકે છે. આ જ કારણ છે કે ‘વર્ક ફ્રોમ હોમ’ના કારણે બિઝનેસ પ્રોફેશનલ વચ્ચે આ એપ રાતોરાત પોપ્યુલર થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ અત્યાર સુધી આ એપને 100 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે અને હાલ પણ નંબર સતત વધી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં નોંધાયેલો કોરોનાનો પ્રથમ દર્દી સાજો થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન