ઝુકરબર્ગે વર્ષ 2017માં એક ડોલરનું વેતન લીધું, ખાનગી જેટ અને સુરક્ષા પર ખર્ચ્યા અધધધ... - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ઝુકરબર્ગે વર્ષ 2017માં એક ડોલરનું વેતન લીધું, ખાનગી જેટ અને સુરક્ષા પર ખર્ચ્યા અધધધ…

ઝુકરબર્ગે વર્ષ 2017માં એક ડોલરનું વેતન લીધું, ખાનગી જેટ અને સુરક્ષા પર ખર્ચ્યા અધધધ…

 | 5:56 pm IST

ફેસબુકના સહસ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે વર્ષ 2017માં એક ડોલરનું વેતન લીધું છે, પરંતુ વીતેલાં વર્ષમાં તેમની સુરક્ષા અને ખાનગી જેટ-સફર પાછળ અંદાજે 57.85 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

આ રકમ 2016ના મુકાબલે 53.5 ટકા વધુ હતી. ફેસબુકે એક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે સુરક્ષા પર ખર્ચ વધવાથી ૩૩ વર્ષના અબજોપતિ માર્ક ઝુકરબર્ગને મળી રહેલાં કમ્પેન્સેશનમાં વૃદ્ધિ થઈ છે.

વર્ષ 2017માં ઝુકરબર્ગનાં ઘરની સુરક્ષા પાછળ 73 લાખ ડોલર અને અંગત ઉપયોગ માટે ખાનગી જેટ પાછળ 15 લાખ ડોલર ખર્ચ થયા હતા. 2016માં ઝુકરબર્ગનો અંગત સુરક્ષાખર્ચ 31.85 કરોડ રૂપિયા થયો હતો.

માર્કની સુરક્ષા શા માટે વધી રહી છે?
કહેવાય છે કે ફેસબુકની લોકપ્રિયતા પછી કંપની પ્રમુખ હોવાને નાતે ઝુકરબર્ગની સુરક્ષાને ખતરો છે, તેને ધ્યાને રાખતાં કંપની કમ્પેન્સેશન અને ગવર્નન્સ સમિતિએ પોતાના સીઈઓની સુરક્ષાને મુદ્દે ઓવરઓલ સિક્યોરિટી પ્રોગ્રામને મંજૂરી આપી છે.

સાતમા ક્રમના અમીર
બ્લૂમબર્ગ બિલિયનરીઝ ઇન્ડેક્સે જણાવ્યા મુજબ 6,670 કરોડ ડોલરની સંપત્તિ સાથે ઝુકરબર્ગ વિશ્વના સાતમા અમીર વ્યક્તિ છે. તેમની પાસે ફેસબુકના 40.15 શેર છે.

વર્ષ 2013થી માત્ર એક ડોલર વેતન લે છે
ફેસબુકના સીઈઓ ઝુકરબર્ગ 2013થી માત્ર એક ડોલર વેતન લે છે, પરંતુ વીતેલા એક વર્ષમાં ફેસબુકમાં તેમની વોટિંગક્ષમતામાં સાધારણ વધારો નોંધાયો છે. ફેબ્રુઆરી મહિનામાં પોતાનાં સંગઠન ચાન ઝુકરબર્ગ ઇનિશિયેટિવને ભંડોળ પૂરું પાડવા ફેસબુકે 35.7 કરોડ શેર વેચી દીધા હતા.