Zuckerberg's wife Priscilla will donate Rs 4.45 lakh crore to the society
  • Home
  • Featured
  • ઝકરબર્ગની પત્ની પ્રિસિલા સમાજસેવા માટે 4.45 લાખ કરોડનું દાન કરશે

ઝકરબર્ગની પત્ની પ્રિસિલા સમાજસેવા માટે 4.45 લાખ કરોડનું દાન કરશે

 | 12:38 pm IST

ફેસબુકના સીઇઓ માર્ક જકરબર્ગની પત્ની પ્રસિલા ચાન નવી પેઢીમાં ભલાઇમાં 61 અરબ ડોલર એટલે આશરે 4.45 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. ફેસબુકના હાલના શેર પ્રાઇઝના હિસાબથી બન્નેની સંપતિથી વધારે છે. જકરબર્ગ અને ચાન ત્રણ વર્ષ પહેલા પુત્રીના જન્મ પર પોતાની 99ટકા સંપતિનું દાન કરવાની ઘોષણા કરી ચૂક્યા છે. ગત વર્ષે તેમને ચાન જકરબર્ગ ફાઉન્ડેશનના 1.9 અરબ ડોલર આપ્યા હતા.

ચાન જકરબર્ગ ફાઉન્ડેશન વર્ષ 2015થી બાળકોમાં સમાનતાને વધારી દેવા અને તેમની શિક્ષા-સ્વાસ્થ્ય પર કામ કરી રહ્યા છે. તેને જકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન સંભાળે છે. નવી પેઢીની બીમારીઓથી બચાવા અને તેમનો ઇલાજ કરવો પ્રિસિલિ ચાનના એનજીઓના મહત્વનો મામલો છે. વૈજ્ઞાનિક અને શોધકર્તાઓની મદદ, ટેકનોલોજીથી જોડાયેલી સપોર્ટ અને રોકાણ દ્વારા ચાનના એનજીઓ આ કામ કરે છે. પ્રિસિલા પોતાના બાળકોની ડોક્ટર છે.

વર્ષ 2017માં અમેરિકીઓએ સામાજિક કાર્યો માટે રેકોર્ડ 410 અરબ ડોલરની રકમ દાન કરી. આ 2016ના મુકાબલે 5ટકા વધારે છે. દાનની રકમમાં 70 ટકા ભાગ વ્યક્તિગત ડોનેશન કર્યું હતુ. અમેરિકાના ફાઉન્ડેશનની દાન રકમમાં પણ ગત વર્ષે 16 ટકા વધારો થયો. માર્ક જકરબર્ગ અને પ્રિસિલા ચાને ચાન જકરબર્ગ ફાઉન્ડેશનને 1.9 અરબ ડોલર ચેરીટીમાં આપ્યાં.

પ્રિસિલા ચાન વિયતનામના શરણાર્થી પરિવારથી હતી. પરિવાર અને શિક્ષકોની મદદથી હાર્વર્ડ યુનિવર્સિટીની સ્કોવરશિપ માટે તેમની પસંદગી થઇ હતી. ગત મહીને એક ખાનગી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુંમાં ચાને કહ્યું તે હાર્વર્ડ તક મળવાની ખુશી હતી પરંતુ ખૂબ મુશ્કેલીઓ આવી. તેમને લાગ્યું કે તે કામયાબ થઇ શકશે નહીં.