zumba class for police at Bangalore, video goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • સ્ટ્રેસ દૂર કરવા પોલીસકર્મીઓએ અપનાવ્યો અનોખો તરીકો, Video જોઈ તમે પણ જરૂર પ્રયત્ન કરશો

સ્ટ્રેસ દૂર કરવા પોલીસકર્મીઓએ અપનાવ્યો અનોખો તરીકો, Video જોઈ તમે પણ જરૂર પ્રયત્ન કરશો

 | 5:44 pm IST

ડ્યુટી દરમિયાન પોલીસ અધિકારીઓ ભારે સ્ટ્રેસથી પસાર થવું પડે છે. પરંતુ આપણામાં કેટલાક લોકો એવું વિચારે છે કે આ તો તેમનું કામ છે. જો કે, વાસ્તવિકતા એ છે કે સમય વગરની ડ્યુટી અને વધુ કામ કોઈના પણ શરીર પર વિપરિત અસર કરી શકે છે. તેથી આ વાતને ધ્યાનમાં રાખીને બેંગલુરુ પોલીસ અધિકારીઓ માટે ઝુમ્બા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું. જેથી તેઓ પોતાનું સ્ટ્રેસ દૂર કરી શકે.

આ ઝુમ્બા ક્લાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ અધિકારી પુશઅપ કરી રહ્યા છે. ત્યાર બાદ લાઈનમાં ઉભા રહીને ઇન્સ્ટ્રક્ટરના જણાવ્યા મુજબ સ્ટેપ્સ ફોલો કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઝુમ્બા ક્લાસમાં 750થી વધુ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન