અંકોના ઈશારા - Sandesh

અંકોના ઈશારા

 | 12:30 am IST
  • Share

અંકશાસ્ત્ર દ્વારા આપનું ભવિષ્ય જાણવા માટે આપની જન્મતારીખ+જન્મમાસ+જન્મવર્ષનો સરવાળો કરતાં જે નંબર આવે તે ભાગ્યાંકસમજવો. દા.ત. જન્મતારીખ ૨૫ છે=૭ મહિનો ૬ઠ્ઠો-૬ અને વર્ષ ૧૯૯૨ છે. ૧+૯+૯+૨=૨૧=૩ થાય તો ભાગ્યાંક=૭+૬+૩=૧૬=૭ સાત થાય. આ ર્વાિષક ભાગ્યાંક ૭ પ્રમાણે આપનું પાક્ષિક ભવિષ્ય જાણી શકો છો.  

પરિવર્તન યોગ આપના માટે શુભ સાબિત થશે. સ્વાસ્થ્યમાં કાળજી લેવી. પારિવારિક બાબતો ધ્યાન દોરનારી બને. ખર્ચ રહેશે, પરંતુ આવકનું પ્રમાણ સારું જળવાઈ રહેશે. રોકાણમાં નુકસાનથી બચી શકશો.

પ્રયત્નોનું ફળ ચાખી શકશો. આપનો સંઘર્ષ આપને સફળતા તરફ દોરી જશે. શેરબજાર કે અન્ય ફાઈનાન્સના વિભાગોથી મોટી આશા આવકમાં પરિણમિત થાય. ઘરની વ્યક્તિઓનો સાથ મળે. પતિ-પત્નીની સરળતામાં સમજદારીમાં અણધાર્યો ફરક થશે.

ભાગ્યદેવી રીઝતાં રીઝતાં કામ કરશે. જમીન-સંપત્તિ, ઈન્ટરવ્યૂ અને દૂરનાં સ્થળોએથી શુભ સમાચાર મળવા લાગે. આયોજન સફળતાપૂર્વક ધ્યેયલક્ષી બને. ખર્ચનું પ્રમાણ જાળવવા તથા શારીરિક દુખાવા અને હૃદયાઘાતથી બચવાં જરૃરી પગલાં લો.

વાદવિવાદમાંથી બહાર આવો. આપની યુક્તિપૂર્વકની ચાલથી ઘણાં શુભ પરિણામો સર્જી શકો. ભાષા પર કાબૂ રાખવો. ગુસ્સો પી જાવ. ઘરની વ્યક્તિઓને બોલવા દો. આપના નિર્ણયો બહુ જ ફળદાયી બનવા જઈ રહ્યાં છે.

વ્યાપાર વૃદ્ધિ થાય. એક્સપોર્ટ-ઈમ્પોર્ટથી પ્રોત્સાહન મળે. ગવર્નમેન્ટ સંબંધિત કાર્યો થાય. આહાર અને નિદ્રામાં સમતુલા જાળવવી. ફોન કોલ-પત્રવ્યવહારથી લાભ. ડ્રાઈવિંગમાં સંભાળવું.   કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતાનું મુખ જોવા મળે.

મોજશોખ અને ખર્ચનું પ્રમાણ વધે. ભાગીદારીના ધંધામાં લાભ જોવા મળે. શેરબજારમાં વિચારીને રોકાણ કરવું. દોડાદોડી અને ટ્રાવેલિંગની પૂર્ણ તૈયારીઓ રાખવી પડશે. સંતાનોથી ગર્વ લેવાય એવાં કામો થાય. માન-સન્માન વધશે, પણ ખર્ચ તો રહેશે જ.

ધર્મપ્રિયતા અને શુભ પ્રસંગો નક્કી કરવા માટે શ્રેષ્ઠ સમય છે. સંતાનોનું ભાવિ સુધારવા માટે ધારેલું કામ પાર પડતું લાગે. મિલન-મુલાકાત વ્યસ્ત રાખશે. કોન્ટ્રાક્ટ અને કોન્ટેક્ટથી લાભ જ લાભ. અવિવાહિત લોકોના લગ્ન જલદી ગોઠવાશે.

જમીન-સંપત્તિ, ફાઈનાન્સ, કોર્ટ-કચેરી કે રાજકીય બાબતોની સુખકારક સમાચારોની વર્ષા થાય. ખર્ચનું પ્રમાણ જાળવવું. બીજાને મદદ કરતાં પહેલાં સો વખત વિચારજો. શેરબજાર કે અન્ય રોકાણ કરવા માટે ખૂબ જ શુભ સમય છે.  

મન-વચન કર્મથી આપની ઇચ્છાઓ ફળીભૂત થાય. ગ્રહોની પૂર્ણ મદદ મળે. કુંવારા હોય એમનાં લગ્નની વાતો નક્કી થાય. લગ્ન કરેલાં હોય એમને શુભ સમાચાર પ્રાપ્ત થાય. પૈસાથી સંતોષ વધશે અને આવકવૃદ્ધિ થશે. ફક્ત સ્વાસ્થ્ય સંભાળવું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો