અમદાવાદની શ્રીનાથજી ગૌશાળામાંથી પશુઓને કતલખાને મોકલવાનું કૌભાંડ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અમદાવાદની શ્રીનાથજી ગૌશાળામાંથી પશુઓને કતલખાને મોકલવાનું કૌભાંડ

અમદાવાદની શ્રીનાથજી ગૌશાળામાંથી પશુઓને કતલખાને મોકલવાનું કૌભાંડ

 | 2:30 am IST
  • Share

ગોલ્ડન ચોકડી પાસેથી ગૌરક્ષા કાર્યકરોએ કતલખાને લઈ જવાતા ૧૨ ઢોરને બચાવ્યાં

વડોદરા, તા.૨

અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ કિશાન મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ બાબુ દેસાઈની કસાઈઓ સાથેની સાઠગાંઠનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે સાંજે ગોલ્ડન ચોકડી પાસેથી ગૌરક્ષાના કાર્યકરોએ પોલીસની મદદથી ટ્રકમાં ભરૃચના કતલખાને ૬ ગાયો અને ૬ વાછરડાઓને લઈ જતાં ટ્રક ચાલક સહિત બે આરોપીની ધરપકડ કરી હતી.

શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતાં ગૌરક્ષા કાર્યકર જતીન જીતેન્દ્રભાઈ વ્યાસને ગઈકાલે બપોરે માહિતી મળી હતી કે, અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ કિશાન મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ બાબુ કરશન દેસાઈ ગાયોને બીજા રાજ્યના પાંજરાપોળમાં મોકલવાના બહાને કતલખાનામાં સપ્લાઈ કરે છે.   આજે સમી સાંજે અમદાવાદના નવા નરોડા રોડ પર આવેલી ગૌશાળાથી ટ્રક નં. જીજે ૨૪ વી ૮૮૫૧માં કેટલાક પશુઓને ભરી ભરૃચ કતલખાને મોકલવામાં આવનાર છે. આ માહિતીના આધારે જતીન વ્યાસે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

ત્યારબાદ હરણી પોલીસની મદદથી ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સાંજે ૫ઃ૩૦ વાગ્યે બાતમીવાળી ટ્રક ત્યાંથી પસાર થતાં તેને ઝડપી પાડી હતી. પોલીસ અને ગૌરક્ષા કાર્યકરોએ ટ્રકમાં તપાસ કરતાં ગાયો અને વાછરડાને દોરડાની મદદથી મુશ્કેટાટ બાંધેલા હતા. ગૌમાફિયાઓએ આવી કાળઝાળ ગરમીમાં અબોલ પશુઓ માટે ઘાસચારાની તો ઠીક પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી ન હતી. તેમજ હવા ઉજાસ પણ રાખ્યાં ન હતા.

પોલીસે ટ્રક ચાલક ઈબ્રાહિમ સાહેબખાન સિંધી (રહે, રંગરેજની પોળ, મહેસાણા) અને નારાયણ હરજી રબારી (રહે, રામનગર સોસાયટી, વીસનગર)ની ધરપકડ કરી હતી. પોલીસે ૧૨ પશુઓને મુક્ત કરાવી રૃ.૬ લાખની ટ્રક કબજે લીધી હતી. પોલીસ તપાસમાં એવી હકિકત બહાર આવી હતી કે, આરોપી ભરૃચના ઈસ્માઈલ નામના કસાઈને ઢોરો આપવા માટે જતાં હતા.

પોલીસને બાબુ દેસાઈની સહી સાથેનું એક લેટર પેડ પણ મળ્યું હતંુ, જેમાં પશુઓને મહારાષ્ટ્ર લઈ જવાતા હોવાનું બતાવ્યું હતું.

બાબુ દેસાઈએ પોલીસ અને આરટીઓની મંજૂરી પણ લીધી

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ મથકના પીઆઈ તેમજ આરટીઓ અધિકારીને સંબોધીને ગૌમાફિયા બાબુ દેસાઈએ પોતાના લેટર પેડ પર લેખિતમાં જાણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, અમારી શ્રીનાથજી ગૌશાળા નવા નરોડા અમદાવાદથી ૭ ગાય મહારાષ્ટ્રના સમરાળા ગામે ટ્રકમાં જઈ રહી છે. આ ગાયો ગૌશાળાને દાન આપેલી છે. જેથી અધિકારીઓને આમાં સહકાર આપવા વિનંતી છે. જો તમને કોઈ વાંધો હોય તો ઉપર દર્શાવેલા નંબર પર વાત કરવી.

ઘર કા ભેદી લંકા ઢાયે ઃ બાબુ દેસાઈની મૂંહ મેં રામ બગલ મેં છુરી જેવી પ્રવૃત્તિ

ગૌરક્ષાના નામે ગાયોને કતલખાને મોકલવાનું મહાપાપ કરતા બાબુ કરશન દેસાઈ રાજ્યની જુદી – જુદી નગરપાલિક અને કોર્પાેરેશન હસ્તકની પાંજરાપોળમાંથી ગાયો અને વાછરડાં પાલન-પોષણ કરવાના બહાને પોતાની શ્રીનાથાજી ગૌશાળામાં લઈ જાય છે. આ ગાયો – વાછરડાંઓને અમદાવાદના નવા નરોડા ખાતે આવેલી ગૌશાળામાં રાખવામાં આવતા હતા. બાબુ ગાય માતાનાં નામે લોકો પાસેથી ફંડ પણ ઉઘરાવતો હતો. આ ઉપરાંત નગરપાલિકા અને કોર્પાેરેશનમાંથી ગાય – વાછરડાંને સ્વીકારવાના તથા પોતાની ગૌશાળામાં લઈ જવા માટે ટ્રાન્સપ્રોટેશનું ભાડું પણ લેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન