અમેરિકાની જેમ ભારત અફઘાનિસ્તાનમાં જવાબદારી ખંખેરી શકે તેમ નથી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • અમેરિકાની જેમ ભારત અફઘાનિસ્તાનમાં જવાબદારી ખંખેરી શકે તેમ નથી

અમેરિકાની જેમ ભારત અફઘાનિસ્તાનમાં જવાબદારી ખંખેરી શકે તેમ નથી

 | 8:38 am IST
  • Share

 

 

ફઘાનિસ્તાનમાં ચાલી રહેલી ગૃહયુદ્ધની આગ તાજેતરમાં ફરી ભારતને દઝાડી ગઈ. રોઇટરના ફોટોજર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકી કે જે અફઘાન સિક્યોરિટી ર્ફોિસસ સાથે ફરીને પોતાની ફરજ બજાવી રહ્યો હતો તેની કંદહારમાં તાલિબાનોએ હત્યા કરી હતી. સિદ્દીકીની હત્યાથી વિશ્વભરમાં અરેરાટી પ્રસરી છે, પરંતુ તે અફઘાનિસ્તાનમાં પ્રસરી રહેલી ટ્રેજેડીનું લેટેસ્ટ સિમ્બોલ છે. તાલિબાનો રાક્ષસી બળ તરીકે જળવાઇ રહ્યા છે અને ઇસ્લામિક અમિરાતના મધ્યયુગીય સ્વરૃપ માટે પ્રતિબદ્ધ છે, પણ તેઓ જીતી રહ્યા છે. અફઘાન સરકાર લોકશાહી મૂલ્યો સાથેના પ્રજાસત્તાકની રક્ષા કરવા માટે કૃતનિૃયી છે, પણ તે સત્તા જાળવવા માટે મથામણ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય(એટલે કે અમેરિકા અને યુરોપિયન દેશો) હજુ પણ શાંતિ અને રાજકીય સેટલમેન્ટની વાતો કરે છે, પરંતુ ૨૦ વર્ષ સુધી દેશની તબાહી જોયા બાદ વધુ રાહ જોવા તૈયાર નથી અને લોકશાહીના બચાવ માટે કોઇ ટકી શકે તેવી અને સ્થિતિસ્થાપક સંસ્થા ઊભી કર્યા વગર તેને છોડી ગયા હતા અને ભારત પોતાનાં મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચે ફસાયું છે. તો અફઘાનિસ્તાનનો પાછલા ૨૦ વર્ષનો ઇતિહાસ આવો છે. ૯/૧૧ના ત્રાસવાદી હુમલાથી જખમી અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર બદલો લેવા, ઓસામા બિન લાદેનને ખતમ કરવા અને અલ કાયદા તથા તાલિબાનોને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોને ખદેડી હામિદ કરઝાઇની આગેવાની હેઠળ વચગાળાની સરકાર રચવામાં આવી હતી. જો કે ઓસામા બિન લાદેનને શોધીને તેને ખતમ કરવામાં ૧૦ વર્ષનો સમય લાગ્યો હતો. અલ કાયદાએ તેનું સ્વરૃપ અને વિચારધારા બદલી નાખી અને તેના નેતાઓએ પણ અન્ય ત્રાસવાદી જૂથો પાસે આશ્રય લેવા જવું પડયું જ્યારે તાલિબાન પાકિસ્તાન ભાગી ગયું અને રાહ જોવા લાગ્યું. ઇસ્લામાબાદ અને રાવલપિંડીને અમેરિકાની આગેવાની હેઠળની ત્રાસવાદ સામેની લડાઇમાં જોડાવાની ફરજ પડી, લાગ્યંુ કે અંતે અમેરિકા ઘરે પરત ચાલ્યું જશે. કાબુલમાં એક લોકતાંત્રિક શાસનની સાથે અસહજ, જે અફઘાનિસ્તાનના ઘરઆંગણાના અને બહારની ટ્રેજેક્ટરીને રિડાયરેક્ટ કરવા માંગતંુ હતું અને અન્ય દક્ષિણ એશિયાઇ દેશો ખાસ કરીને ભારત, પાકિસ્તાનની સાથે સંતુલિત સંબંધ રાખતું હતું. જો કે અમેરિકા સફળ રહ્યું નહીં. વળી આ દરમિયાન અમેરિકાની અંદર નેશનાલિઝમનું રાજકારણ તીવ્ર બનતાં વોશિંગ્ટન પણ અફઘાનિસ્તાનની બહાર નીકળવા વિચારવા લાગ્યું. તે સમયે પાકિસ્તાન સારંુ માણસ હોય અને શાંતિની સ્થાપના કરવામાં રસ હોય તેવો ડોળ કરતું હતું. અફઘાનિસ્તાન માટેના અમેરિકાના સ્પેશિયલ દૂત ઝાલમે ખલીલઝાદ કોઇપણ સંજોગોમાં આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા આતુર હોવાના કારણે અફઘાન સરકાર રોજબરોજ નબળી પડી રહી હોવા છતાં પણ તાલિબોનાની પ્રશંસા કરી રહી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભારતની સ્થિતિ કઠિન છે. ભારત જાણે છે કે તાલિબાનો ફક્ત સુરક્ષા સામેનંુ જોખમ જ નથી સાથે આધુનિકતા સામેનું પણ જોખમ છે. પરંતુ પરિણામને પ્રભાવિત કરવા માટે તેની પાસે ઘણો ઓછો લાભ છે. અમેરિકા જે રીતે અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી ગયું તેનાથી તે નારાજ છે, પરંતુ તેને પણ બદલી શકે તેમ નથી. અફઘાનિસ્તાનમાં તેના રાજકીય, ડિપ્લોમેટિક અને વિકાસલક્ષી રોકાણોને બચાવવા માટે તે અફઘાન સરકારને ટેકો આપે છે, જે વાસ્તવમાં એક લડાઇ લડી રહ્યું છે, પરંતુ એ પણ જાણે છે કે તાલિબાનો સામે ઝઝૂમવા માટે ઘણા ઓછા વિકલ્પ છે, એક એવી તાકાત જેને તે સાચા કારણોસર નાપસંદ કરે છે. સાચો પક્ષ અને વિજયી પક્ષ વચ્ચે ભારતે સંતુલન સાધવાનું છે કે જેથી તેના મુખ્ય રાષ્ટ્રીય હિતોનું અને નાગરિકોનું રક્ષણ થઇ શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન