અર્જુન આગામી ફિલ્મમાં બે બે એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • અર્જુન આગામી ફિલ્મમાં બે બે એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે

અર્જુન આગામી ફિલ્મમાં બે બે એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે

 | 3:00 am IST
  • Share

ભૂત પોલિસ અને કૂત્તે બાદ અર્જુને એક ઓર નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મની જાહેરાત તેણે સોશિયલ મીડિયા થકી કરી છે. લાગે છે કે અર્જુનનું નસીબ ખૂલી રહ્યું છે. ધીમેધીમે તેને સફળતા મળશે, કારણ કે હાલ તેની ઘણી ફિલ્મો લાઇનમાં છે. ખેર, વાત કરીએ તેની નવી ફિલ્મની તો તે ધ લેડી કિલરમાં જોવા મળશે. આ ફિલ્મને સેક્શન 375ના ડાયરેક્ટર અજય બહલ ડિરેક્ટ કરશે. અર્જુન કહે છે કે મને ફિલ્મની વાર્તા ઘણી પસંદ આવી હતી. હું આ ફિલ્મ કરવા માટે ઘણો જ ઉત્સાહિત છું. આ ફિલ્મ રોમેન્ટિક થ્રિલર છે. સાંભળવા મળેલી વાત મુજબ અર્જુન આ ફિલ્મમાં એક સાથે બે બે એક્ટ્રેસીસ સાથે રોમાન્સ કરશે. જોકે આ વાત સત્તાવાર રીતે જાહેર નથી થઇ, પણ સમાચાર એવા છે કે ડાયરેક્ટર બે સારી એક્ટ્રેસની શોધ કરી રહ્યાં છે, જે વાર્તા પ્રમાણે મેચ થઇ જાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો